ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો - district BJP president was held at Dakor

ડાકોર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ડાકોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો
ડાકોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો

By

Published : Nov 22, 2020, 10:56 PM IST

  • નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારોહ યોજાયો
  • મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ન શક્યા
  • કોવિડ ગાઈડલાઇનનો કરવામાં આવ્યો ભંગ

ખેડાઃ જિલ્લાના ડાકોર ખાતે નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ તેમજ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, અમૂલના ચેરમેન રામસિંહ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો સહિત કાર્યકરોએ ભાજપ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.

ડાકોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો

કોવિડ ગાઈડલાઇનનો કરવામાં આવ્યો ભંગ

આ અભિવાદન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખનું અભિવાદન કરતા સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ ઉત્સાહમાં ભાન ભૂલ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ જાળવી શક્યા નહોતા અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો.

ડાકોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો

મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ન શક્યા

મહત્વનું છે કે કાર્યક્રમમાં આગેવાનો સહિત કાર્યકર્તાઓએ માસ્ક તો પહેર્યા જ હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું નહોતું. કાર્યક્રમમાં અંદાજે 700થી 800 જેટલા કાર્યકરો ઉપસ્થિત હતા. સમારંભમાં જમણવાર પણ યોજવામાં આવ્યો હતો. જો કે કોવિડ ગાઇડલાઇનની ખાસ કોઇ દરકાર રાખવામાં આવી નહોતી.

ડાકોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો

ABOUT THE AUTHOR

...view details