ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજીનું મંદિર જાહેર દર્શન માટે ખોલવામાં આવ્યું છે. આ મંદિરમાં કોવિડ-19 ગાઈડલાઈન્સના નિયમોના પાલન સાથે શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝર તેમજ માસ્ક સહિતના નિયમોનું ચૂસ્ત પાલન કરી ભાવિકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ડાકોર મંદિર ખાતે આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું - ડાકોર મંદિરમાં ઉકાળાનું વિતરણ
કોરોના મહામારી વચ્ચે લાગૂ કરવામાં આવેલા અનલોક-1માં ભાવિ-ભક્તોને દર્શન માટે ડાકોર સ્થિત રણછોડરાયજીનું મંદિર ખોલવામાં આવ્યું છે. આ મંદિરમાં કોરોના સામે તમામ સતર્કતા રાખી કોવિડ-19 માટેની ગાઈડલાઈન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મંદિરમાં કોરોના સંક્રમણ સામે સાવચેતીના ભાગરૂપે આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર દ્વારા રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
![ડાકોર મંદિર ખાતે આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7683412-414-7683412-1592561014099.jpg)
ડાકોર મંદિર ખાતે આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું
મંદિરમાં કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે આગરવાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મંદિરમાં રોગ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળો તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ડાકોર મંદિર ખાતે આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું