- ખેડા શહેર ભાજપમાં અસંતોષ ફેલાયો
- શહેર પ્રમુખને સસ્પેન્ડ કરી નવા પ્રમુખની નિમણૂક સામે અસંતોષ
- ખેડા શહેર સંગઠને અસંતોષ વ્યક્ત કરી રાજીનામા આપ્યા
ખેડાઃ શહેર ભાજપ પ્રમુખ રોહિત પટેલને પક્ષ વિરોધી કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને લઇ ખેડા શહેર સંગઠનમાં અસંતોષની લાગણી ફેલાઇ છે. જેને લઈ શહેર સંગઠને જિલ્લા ભાજપ કાર્યાલયે પહોંચી રાજીનામાં ધરી દીધા હતા.
શહેર પ્રમુખને સસ્પેન્ડ કરી નવા પ્રમુખની નિમણૂક થતા અસંતોષ રોહિત પટેલ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરાતા સસપેન્ડ કરાયા
ખેડા શહેર ભાજપ પ્રમુખ રોહિત પટેલ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતા તેમને પક્ષ વિરોધી કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદમાં તેના સ્થાને નવા પ્રમુખ તરીકે કિશોરસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. જેને લઇ ખેડા શહેર ભાજપમાં અસંતોષની લાગણી ફેલાઇ હતી.
ખેડા શહેર સંગઠને અસંતોષ વ્યક્ત કરી રાજીનામા આપ્યા
સસ્પેન્ડ કરવામાં આવેલા શહેર પ્રમુખ રોહિત પટેલના સમર્થનમાં તેમજ નવા શહેર પ્રમુખની નિમણૂકના વિરોધમાં નડિયાદ કમલમ ખાતે ખેડા શહેર સંગઠન પહોંચ્યું હતું. જેમાં ખેડા શહેર ભાજપના વિવિધ મોરચાના પ્રમુખો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને બુથ પ્રમુખ સહિત શહેર સંગઠનના 70 જેટલા કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચી અસંતોષ વ્યક્ત કરી રાજીનામા સુપ્રત કરી દેવામાં આવ્યા હતા. જેને લઈ અગ્રણીઓ દ્વારા અસંતોષ ઠારવા પ્રયાસો હાથ ધરાયા છે.