ખેડા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા દેવુસિંહ ચૌહાણને રિપિટ કરવામાં આવ્યા છે. તો કોગ્રેસ દ્વારા અહીં કપડવંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન બિમલ શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાન હેઠળ સવારથી સાંજ સુધી જનસંપર્ક કરવામાં આવી રહ્યું છે. જે-તે વિસ્તારના ગામોનો રૂટ નક્કી કરી ગામોમાં આગેવાનો અને ગ્રામજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગ્રામજનો સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ખેડામાં દેવુસિંહ ચૌહાણે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાનની કરી શરૂઆત
ખેડા: હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે 17 ખેડા લોકસભા બેઠક માટે ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્યની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ખેડા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા પ્રચાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
સ્પોટ ફોટો
આ ઉપરાંત ડીજીટલ રથ પણ ગામોમાં ફરીને ફીર એકબાર મોદી સરકારનો સંદેશ પહોંચાડી રહ્યો છે. ખેડા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં જણાવી રહ્યાં છે કે, અમને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે, વિસ્તારના લોકો નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન બનાવવા માંગે છે. તેથી અમારે વધારે ભાષણ કરવાની જરૂર નથી. અમે મતદાન કરવાની અપીલ કરીએ છીએ.