ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી

શિવભક્તિના મહાપર્વ મહાશિવરાત્રીની ખેડા જિલ્લામાં વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી નિમિત્તે મહાપૂજા, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો દિવસભર યોજાયા હતા.

Kheda
Kheda

By

Published : Mar 11, 2021, 6:20 PM IST

  • મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઈ
  • દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
  • શિવભક્તિનું વાતાવરણ સર્જાયું
    ખેડામાં મહાશિવરાત્રીની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી

ખેડા: મહાશિવરાત્રી પર્વની ખેડા જિલ્લાના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

મહાશિવરાત્રી

દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ખેડા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે ગુરૂવારે દિવસ દરમિયાન ઠેર ઠેર શિવ મહાપૂજા, મહારૂદ્રાભિષેક, શોભાયાત્રા, ભજન સંધ્યા સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.

મહાશિવરાત્રી

શિવભક્તિનું વાતાવરણ સર્જાયું

વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન શિવભક્તિની ધૂમ જોવા મળી હતી. રાત્રે પણ ભજન, મહાપૂજા સહિતના વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા છે.

મહાશિવરાત્રી

ખેડાના વિવિધ શહેરોમાં ઉજવણી કરાઈ

ભગવાન મહાદેવની ભક્તિના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના નડિયાદ, ડાકોર, કઠલાલ, કપડવંજ, મહુધા તેમજ મહેમદાવાદ સહિતના શહેરો તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મહાશિવરાત્રી

આ પણ વાંચો :મહાશિવરાત્રીના પાવન પર્વે અમદાવાદનું પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર બંધ

ABOUT THE AUTHOR

...view details