- ડાકોર ખાતે પૂનમના દિવસે દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત
- રજીસ્ટ્રેશન વિના પૂનમે દર્શન કરવા દેવા ભાવિકોની માંગ
- પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોઈ લેવાયો નિર્ણય
ખેડાઃ યાત્રાધામ ડાકોર ખાતે અનલોક બાદ મંદિરમાં દર્શન માટે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ભાવિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિર દ્વારા દર પૂનમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર ભાવિકોને જ પ્રવેશ આપવામાં આવે છે. જેને લઇ દર્શન કરવા આવનારા ભાવિકોએ ફરજિયાત રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ મંદિરમાં અપાશે પ્રવેશ
દર માસની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો ડાકોર રણછોડરાયજીના દર્શને આવતા હોય છે. જેને લઈ પૂનમના દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. આ માસે 30 ડિસેમ્બરના રોજ પૂનમ હોઈ સેવક આગેવાનો, ટેમ્પલ કમિટી અને તંત્ર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનારા ભાવિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.