ગુજરાત

gujarat

ETV Bharat / state

વિકાસ કમિશ્નરે ચૂણેલના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના હુકમને કર્યો રદ્દ - chunel sarpanch

ખેડાઃ જિલ્લાના ચુણેલ ગામના મહિલા સરપંચે પરવાનગી વગર બાવળ બારોબાર વેચી દેવાના મામલે હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો કો, જિલ્લા વિકાસ અધિકારીના આ હુકમને વિકાસ કમિશ્નર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. કરાણ કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વાર કરવામાં આવેલા રિપોર્ટમાં સાચી હકીકત છુપાવી હોવાનું બહાર આવ્યું છે.

વિકાસ કમિશ્નર

By

Published : Apr 25, 2019, 2:22 PM IST

માહિતી પ્રમાણે, મહુધા તાલુકાના ચુણેલ ગામમાં 2017ના વર્ષમાં ચોમાસાના વરસાદમાં પવનને કારણે બલાડી રોડ પર 4 જેટલા બાવળના વૃક્ષ પડી ગયા હતા. જેને સરપંચ અને તલાટી દ્વારા પરવાનગી વગર બારોબાર વેચી દેવામાં આવ્યા હતા. જો કે, બાવળના વેચાણમાંથી ઉપજેલ ૬ હજાર રૂપિયાની રકમને ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવી હતી. જે અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચુણેલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શારદાબેન દિલીપભાઈ ચૌહાણને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

આ કેસમાં ચુણેલ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી મેળવી નિયમાનુસાર બાવળોની હરાજી કરવામાં આવી હતી. જે બાબત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલ રિપોર્ટમાં દર્શાવવામાં આવી નહોતી. જેથી વિકાસ કમિશ્નર દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાના હુકમને રદ્દ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details