ગુજરાત

gujarat

ETV Bharat / state

વડતાલ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય - વડતાલ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયો છે. મોડી રાત સુધી ચાલેલી મતગણતરી બાદ પરિણામ જાહેર થયું હતું. જેમાં દેવપક્ષના હરિભક્તોની પેનલના ચારેય ઉમેદવાર ભારે બહુમતીથી વિજેતા જાહેર થયા છે.

વડતાલ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય
વડતાલ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય

By

Published : Mar 19, 2021, 12:01 PM IST

  • દેવપક્ષની પેનલનો ભવ્ય વિજય
  • દેવપક્ષે કરેલા પારદર્શી વહીવટ અને સેવાકાર્યોને સત્સંગ સમાજે ભારે જીત આપી આવકાર્યા
  • આચાર્ય મહારાજે નવા ચુંટાયેલા સભ્યોને આશીર્વાદ આપ્યા
    વડતાલ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય

ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલના મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી માટે 14 માર્ચના રોજ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મતદાન યોજાયું હતું. વડતાલના ટ્રસ્ટી મંડળની ચૂંટણીની મત ગણતરી 16 માર્ચના રોજ વડતાલ ખાતે મધ્યરાત્રી સુધી ચાલી હતી. જે બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ દેવપક્ષ અને અચાર્ય પક્ષ ફરી એકવાર આમને સામને

દેવપક્ષની પેનલનો ભવ્ય વિજય

દેવપક્ષની હરિભક્તોની પેનલના ચારેય ઉમેદવાર પ્રદીપ નટવરલાલ બારોટ-મુંબઈ, શંભુ કાછડીયા- સુરત, સંજય પટેલ- ભરૂચ, મહેન્દ્ર પટેલ- વડતાલ ભારે બહુમતીથી વિજેતા જાહેર થયા છે. વડતાલની ચૂંટણીમાં પડેલા કુલ 38,000 મતોમાંથી લગભગ 32,500 મતો દેવપક્ષની પેનલને મળ્યા હતા. આ ઉપરાંત કુલ 7 ટ્રસ્ટીઓ માંથી ત્યાગીની ત્રણ બેઠક ઉપર પૂર્વ ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, પાર્ષદ ઘનશ્યામભગત અને બ્રહ્મચારી પ્રભૂતાનંદજી બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે.

વડતાલ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય

કુલ 7 ટ્રસ્ટીઓનું બોર્ડ

વડતાલ મેનિજિંગ બોર્ડમાં કુલ 7 ટ્રસ્ટીઓનું બોર્ડ છે. જેમાં ચાર હરિભક્તોને વડતાલના હરિભક્તો અને 3 ત્યાગીની બેઠક ઉપર જેતે વિભાગના ત્યાગી પોતાના પ્રતિનિધીને મત આપતા હોય છે.

દેવપક્ષે કરેલા પારદર્શી વહીવટ અને સેવાકાર્યોને સત્સંગ સમાજે ભારે જીત આપી આવકાર્યા

આ અંગે વડતાલ મંદિરના ડૉ.સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલમાં છેલ્લા એક દસકાથી સતત ભગવાન શ્રી સ્વામિનારાયણને ગમતા સેવાના કાર્યો ચાલી રહ્યા છે. જેનાથી રાજી થઈ શ્રીજી મહારાજે હરિભક્તોને માધ્યમ બનાવી દેવપક્ષે કરેલા વહીવટ ઉપર આ રાજીપો વરસાવ્યો હોય એવું પ્રતીત થાય છે. વધુમાં સ્વામીજીએ જણાવ્યું કે, 10 વર્ષના વહીવટ બાદ હરિભક્તો અને સંતોએ આ વહીવટકર્તાઓમાં મુકેલ વિશ્વાસના કારણે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વ વડતાલના વૈભવના દર્શન કરશે અને દુનિયાભરમાં વડતાલના સીધા વહીવટ નીચે સેવાકાર્યો થકી સહજાનંદી સુવાસ ફેલાવવામાં આવશે. પૂર્વ ચેરમેન અને ફરી ટ્રસ્ટી તરીકે બિનહરીફ ચૂંટાયેલા દેવ સ્વામીએ ચૂંટણીના આવા અભૂતપૂર્વ પરિણામ માટે સૌ સંતો અને હરિભક્તોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ : દેવપક્ષ દ્વારા બેઠક શરુ કરી પૂર્ણ કરી દેવામાં આવી

આચાર્ય મહારાજે નવા ચુંટાયેલા સભ્યોને આશીર્વાદ આપ્યા

વહેલી સવારે નવા ચૂંટાયેલા સભ્યોની સ્વાગત સભામાં આચાર્ય મહારાજે પધારી દેવપક્ષના નવા ચૂંટાયેલા સભ્યોને આશીર્વાદ આપતા વિશેષ જણાવ્યું હતું કે, આચાર્ય, સંતો અને હરિભક્તોએ હંમેશા દેવનો પક્ષ રાખવો જોઈએ. કેમ કે, મૂળ સંપ્રદાયમાં આપણે સૌ શ્રીજી મહારાજે પધરાવેલા દેવના આશ્રિત છીએ. સૌ નિર્માની થઈ દેવની સેવા કરી વડતાલનું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ દિગંતમાં ગુંજતું કરે અને શ્રી હરિકૃષ્ણ મહારાજને રાજી કરે.

બોર્ડ બેઠકમાં સર્વાનુમતે દેવપ્રકાશદાસજી સ્વામીને પુન: ચેરમેનપદે અને સંજયભાઈ શાંતિલાલ પટેલને સેક્રેટરી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details