- 73 કરોડના ખર્ચે ડાકોર ખાતે નિર્મિત થનાર ફલાય ઓવર બ્રીજનું ઈ-ખાતમુહૂર્ત કરાયું
- યાત્રાધામ ખાતે વર્ષો જૂની ટ્રાફીક સમસ્યાનું કાયમી થશે નિવારણ
- ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્ભુત વિકાસકામો કરી છે અમારી સરકાર: પટેલ
ખેડા: પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શન માટે આવતા હોય છે. ત્યારે, ડાકોર જંક્શન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના નિયંત્રણ માટે 73 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રીજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. જેનું ગુરૂવારે નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે પંચમહાલના સાંસદ રતન સિંહજી રાઠોડ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુનસિહ ચૌહાણ દ્વારા પૂજા વિધિ કરાઈ હતી.
આ પણ વાંચો:પાટણ: મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું
વર્ષો જૂની ટ્રાફીક સમસ્યાનું કાયમી નિવારણ થશે
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દિવસેને દિવસે ભક્તોની ભીડ વધી રહી છે. આ ઉપરાંત, ગોધરા અને મધ્યપ્રદેશ જતા ભારદારી વાહનો પણ અહીંથી પસાર થાય છે. જેને લઈને યાત્રાધામ ડાકોરના મેઈન રોડ પર ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા હોવાથી આવનાર યાત્રાળુઓને અહીંથી પસાર થતાં પ્રવાસીઓને 2થી 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહી હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. જે સમસ્યાના કાયમી નિવારણ માટે 73 કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.