ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદ સંતરામ દેરી ખાતે દીપોત્સવની ઉજવણી કરાઈ - latest news of kheda

નડિયાદઃ શહેરના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરની સંતરામ દેરી ખાતે પરંપરા પ્રમાણે ગુરૂવારે દીપોત્સવી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હજારો દીવડાઓની રોશની કરવામાં આવી હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે ભાવિકોની ભીડ ઉમટી હતી.

નડિયાદ સંતરામ દેરી ખાતે દીપોત્સવની ઉજવણી કરાઈ

By

Published : Nov 14, 2019, 11:42 PM IST

સંતરામ દેરી ખાતે પરંપરા મુજબ દેવ દિવાળી પછીના પ્રથમ ગુરૂવારે દીપોત્સવી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિભાવપૂર્ણ માહોલમાં આજે દિપોત્સવીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરને ૨૫ હજાર દીવડાઓની રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.

નડિયાદ સંતરામ દેરી ખાતે દીપોત્સવની ઉજવણી કરાઈ

મંદિરના ખૂણે-ખૂણે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.રાત્રે સમગ્ર મંદિર હજારો દીવડાંઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. આ સાથે જ મંદિરના સેવકો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. દર્શન કરવા તેમજ દીવડાની રોશનીથી સુશોભિત મંદિરને નિહાળવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતાં. મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details