ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના નડીયાદ અને કપડવંજ ખાતે સાત પગલા કલ્‍યાણ યોજનાની ત્રણ યોજનાનું લોકાર્પણ

ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના પ્રથમ અને બીજા તબકકામાં ચાર યોજનાઓનું લોકાર્પણ કરવામા આવ્‍યું હતું.જયારે આજે ત્રીજા તબકકામાં બાકીની ત્રણ યોજનાઓ જેવી કે, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્‍યે છત્રી પુરી પાડવાની યોજના, ખેતી ખાતાની સ્‍માર્ટ હેન્‍ડ ટુલ કિટ તથા કાંટાળી તારની યોજનાનું ખેડા જિલ્‍લામાં નડીયાદ તેમજ કપડવંજ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

By

Published : Sep 26, 2020, 7:16 PM IST

kheda news
kheda news

ખેડા: આ કાર્યક્રમમાં સમગ્ર રાજયના ખેડૂત મિત્રોને મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શક ઉદબોધન કર્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં ખેડા જિલ્‍લાના કપડવંજ તાલુકાના ખેડૂત નિતીનભાઇ મણીભાઇ પટેલને મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્‍તે 51 હજારનો ચેક, પ્રમાણપત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નડીયાદ ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. ફળ અને શાકભાજી ઉત્‍પાદનનું સીધે સીધું ગ્રાહકોને વેચાણ થાય, ગુણવત્તા જળવાઇ રહે તે માટે રોડ સાઇડ વેચાણ કરતા નાના વેપારીઓને શેડ રૂપે છત્રીઓનું વિતરણ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

ખેડાના નડીયાદ અને કપડવંજ ખાતે સાત પગલા કલ્‍યાણ યોજનાની ત્રણ યોજનાનું લોકાર્પણ

ખેડા જિલ્‍લામાં ૧૮૩૬ છત્રીઓનું વિતરણ કરવામાં આવનાર છે. આ પૈકી માન્ય ૭૮૦ અરજીઓ આવેલી છે. તેઓને મંજૂરી પત્રો આપવામા આવનાર છે. જયારે સ્‍માર્ટ હેન્‍ડ ટુલ કિટ સીમાંત ખેડૂત અને ખેત મજૂરો માટેની યોજના છે. આ યોજનામાં ખેડા જિલ્‍લામાં જે ખેડૂતોએ અરજી કરી છે તેઓને લાભ આપવામાં આવશે. આ યોજના થકી ખેત મજૂરોને પડતા શ્રમને ધટાડવા તેમજ ખેત કામ ઝડપી કરી શકશે. આ યોજનામાં ૧૮ ખેત કિટ (સાધનો) માંથી ખેતમજૂર તેઓને જોઇતી કિટ ખરીદી શકશે અને તેઓએ એ કિટની મૂળ રકમના ફકત ૧૦ ટકા રકમ જ આપવાની રહેશે. આ કિટની મદદથી ખેતીના ખર્ચમાં ઘટાડો થશે તેમજ કાર્યક્ષમતામાં વધારો થશે.

ત્રીજી યોજનાની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, અગાઉ ખેતરમાં રોઝ-ભૂંડના ત્રાસથી બચવા માટે કાંટાળા વાડની યોજના હતી તેમાં સુધારો કરી હવે પાંચ ખેડૂત મિત્રો ભેગા થઇ આ યોજનાનો લાભ લઇ શકશે જેથી તેઓના ખેત ઉત્‍પાદનનું રક્ષણ થશે.

ABOUT THE AUTHOR

...view details