- ઓછા વરસાદને કારણે ડાંગરનો પાક બળી જવાની આશંકા
- ડાંગરના પાક માટે નર્મદા અને કડાણામાંથી પાણી આપવામાં આવ્યું
- કેનાલોમાં તાત્કાલિક પાણી આપવા ખેડૂતો દ્વારા ઉગ્ર માગ
ખેડા: ખેડા જિલ્લામાં વરસાદ લંબાતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. વરસાદ લંબાતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જિલ્લામાં વાવેતરમાં ઘટાડો થયો છે. વરસાદ નહીં થાય તો હાલ વાવેતર કરવામાં આવેલો ડાંગર પાક બળી જવાની આશંકાથી જિલ્લાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વરસાદ લંબાતા જિલ્લામાં પાકના વાવેતરમાં ઘટાડો
ખેડા જિલ્લામાં અત્યાર સુધી સિઝનમાં માત્ર 34 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, જેની અસર વાવેતર પર પડી છે. જિલ્લામાં અત્યાર સુધી વાવેતરમાં પાંચ હજાર હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. તેમજ વાવેતર થયેલા પાક સામે પણ ખતરો તોળાઇ રહ્યો છે. ગત વર્ષે અત્યારની સ્થિતિએ નોંધાયેલા કુલ વાવેતરમાં આ વર્ષે 5 હજાર હેકટર ઓછું વાવેતર નોંધાયું છે.
ખેડામાં વરસાદ લંબાતા વાવેતરમાં ઘટાડો આ પણ વાંચો- સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી
કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોની માંગ
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદના અભાવે હાલ ડાંગરના પાકને પાણીની તાત્કાલિક જરૂર છે. જેને લઈ ખેડૂતો દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. વાવેતર કરવામાં આવેલો ડાંગરનો પાક બળી જવાની આશંકાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
પાણી છોડાયું પણ ફોર્સ ન મળતા પાણી પહોંચ્યું નથી
આગેવાનોની રજૂઆતોને પગલે ચરોતરના ખેડૂતો ડાંગરની રોપણી કરી શકે તે માટે થોડા દિવસ અગાઉ નર્મદા અને કડાણામાંથી પાણી આપવામાં આવ્યું હતું. જેમાં કડાણામાંથી 3,000 ક્યુસેક અને નર્મદામાંથી 3,500 ક્યુસેક મળી કુલ 6,500 ક્યુસેક પાણી કેનાલોમાં આપવામાં આવ્યું છે. જોકે, જરુરિયાત મુજબનો પ્રવાહ ન હોવાથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી હજુ પહોંચ્યું નથી, જેને લઇ ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે.
કેનલમાં પાણી છોડવા ખેડૂતોની માગ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે
જિલ્લાના મહુધા, ઠાસરા, માતર સહિતના વિવિધ તાલુકાના ગામોમાં વરસાદના અભાવે પાક બળી જવાની સ્થિતિ ઉભી થઈ છે. જેને લઈ કેનાલોમાં તાત્કાલિક પાણી આપવા ખેડૂતો દ્વારા ઉગ્ર માગ કરવામાં આવી રહી છે.