ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઇરસને કારણે ડાકોર મંદિરની આવકમાં ઘટાડો - ડાકોર મંદિર

કોરોના મહામારીને કારણે વ્યાપક રીતે જનજીવન પ્રભાવિત બન્યું છે, ત્યારે રાજ્યના પ્રસિદ્ધ મંદિરોની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરની આવકમાં પણ 50 ટકા ઉપરાંત ઘટાડો નોંધાયો છે.

કોરોના વાઇરસને કારણે ડાકોર મંદિરની આવકમાં ઘટાડો
કોરોના વાઇરસને કારણે ડાકોર મંદિરની આવકમાં ઘટાડો

By

Published : Dec 28, 2020, 6:35 AM IST

Updated : Dec 28, 2020, 6:50 AM IST

  • કોરોનાને કારણે મંદિરની આવકમાં 50 ટકા ઉપરાંતનો ઘટાડો
  • મંદિરમાં ભાવિકોનો પ્રવાહ ઘટ્યો
  • મંદિરને ભાડાની આવક નહિંવત

ખેડાઃ કોરોના વાઇરસ મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઇ છે, ત્યારે મંદિરોમાં પણ આ અસર વર્તાઇ રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરની આવકમાં પણ 50 ટકા ઉપરાંત ઘટાડો નોંધાયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરની આવકમાં મહામારી કોરોનાને લઈને અડધો અડધ ઘટાડો થવા પામ્યો છે. મંદિરની આવક 50 ટકા ઉપરાંત ઘટી છે. મંદિરમાં આવકનો મુખ્ય સ્ત્રોત દાન હોય છે, પરંતુ મહામારીને કારણે મંદિરો છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા આવકમાં ઘટાડો થયો છે.

મંદિરની આવકમાં 50 ટકા ઉપરાંત ઘટાડો

સામાન્ય રીતે મંદિરની મિલકતોના ભાડા તેમજ દાનની આવક થઈને અંદાજીત વાર્ષિક રૂ.10 થી 12 કરોડની આવક થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે મહામારી કોરોનાને પગલે 50 ટકા ઉપરાંત આવક ઘટી જવા પામી છે.

કોરોના વાઇરસને કારણે ડાકોર મંદિરની આવકમાં ઘટાડો

મંદિરને ભાડાની આવક નહિવત

મંદિરની જે મિલકતો ભાડે આપવામાં આવી છે, તેમાં વિશ્રાન્તિ ગૃહ, ભોજનાલય તેમજ દુકાનોનો સમાવેશ થાય છે. જેનું ભાડું વર્ષોથી જુના દર પ્રમાણે લેવામાં આવે છે. જેમાંથી નહિવત આવક થાય છે. જેમાં પણ ચાલુ વર્ષે કોરોનાને લઈ ભોજનાલય, વિશ્રાન્તિ ગૃહ સહિત દુકાનો બંધ રહેતા વેપારીઓને નુકસાન થયું છે, પરંતુ ભાડું નહિવત હોવાથી મંદિરને તે નિયમિત ચૂકવાયું છે.

મંદિરમાં આવકનો મુખ્ય સ્ત્રોત દાન

મંદિરની આવકમાં મિલકતોના ભાડાની આવક તેમજ ભાવિકો દ્વારા મંદિરમાં આપવામાં આવતા દાનનો સમાવેશ થાય છે. જેમાં મિલકતોના ભાડાની આવક નહિવત છે કેમકે જુના ભાડુઆત દર પ્રમાણે લેવામાં આવે છે જેને લઇને તે આવક નહિવત છે. જ્યારે મુખ્ય આવકનો સ્રોત એ ભાવિકો દ્વારા મંદિરમાં કરવામાં આવતું દાન છે. જે પણ મહામારીને પગલે આ વર્ષે મંદિર બંધ રહેતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ પણ ઘટી જવા પામ્યો છે. જેને લઇ મંદિરની સરેરાશ આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોના વાઇરસને કારણે લાંબો સમય મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. હવે અનલોક બાદ મંદિર ખુલતાં ધીમે ધીમે શ્રદ્ધાળુઓ મંદિરે આવતા થયા છે. જેને પગલે આવક ધીમે ધીમે વધશે તેમ આશા રાખવામાં આવી રહી છે.

Last Updated : Dec 28, 2020, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details