ખેડાઃ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામે વર્ષ 2018માં મહિલાનું અપહરણ કરી સામૂહિક દુ્ષ્કર્મ ગુજારી મહિલાની હત્યા કરવામાં આવી હતી. જે મામલામાં આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો (Judgment in Motize Gang Rape case ) આપતા 3 આરોપીઓને ફાંસીની સજા (Death penalty in Gujarat ) ફટકારવામાં આવી છે. વર્ષ 2018માં કપડવંજ તાલુકાના મોટીઝેર ગામથી બાઈક પર મહિલાનું અપહરણ કરી ત્રણ આરોપીઓએ સામૂહિક દુ્ષ્કર્મ ગુજારી મહિલાની હત્યા(Judgment in Motize Gang Rape case ) કરી મૃતદેહને નગ્ન અવસ્થામાં ખેતરમાં નાંખી ફરાર થઈ ગયાં હતાં. આ કેસમાં આજે ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
બે આરોપીઓએ ધમકી આપી મહિલાના ભત્રીજા પાસે દુષ્કર્મ કરાવ્યું- ભોગ બનનાર મહિલાને મોટી ઝેર (Judgment in Motize Gang Rape case ) ચોકડીથી જયંતિ બબાભાઈ વાદી અને લાલાભાઈ રમેશભાઈ વાદી બાઈક પર અપહરણ કરી લઈ જતા હતાં. તે દરમ્યાન ભોગ બનનાર મહિલાનો ભત્રીજો એવો આરોપી ગોપી ઉર્ફે ભલાભાઈ દેવીપૂજક જોઈ જતાં તે તેમની પાછળ ગયો હતો. જ્યાં બંને આરોપીઓએ મહિલા પર દુ્ષ્કર્મ ગુજારી બેહોશ અવસ્થામાં ખેતરમાં નાંખી દીધી હતી. આ બાબતે આરોપી ગોપીએ પોતાના કાકી વિશે પૂછતા તેમણે ગોપી દેવીપૂજકને જણાવ્યું હતું કે અમે અમારૂ કામ પતાવી દીધું છે. તું પણ તારૂં કામ પતાવી લે. અમે કહીએ તેમ નહી કરૂં તો તને મારી નાંખીશું તેમ ધમકી આપી દુ્ષ્કર્મ કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ Grishma Murder Case : આરોપી ફેનિલને ફાંસી જ થવી જોઈએ, ગ્રીષ્માના પરિવારની માગ