- છેલ્લા કેટલાક સમયથી કાચબાના મોત થવાની ઘટના
- અત્યાર સુધીમાં 8 થી 10 કાચબાના મોત
- વન વિભાગ દ્વારા હાથ ધરાઈ તપાસ
ખેડા : યાત્રાધામ ડાકોર ખાતે આવેલા રાધા કુંડમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી રીતે એક પછી એક કાચબાના મોત નિપજી રહ્યા છે.અત્યાર સુધી 8 થી 10 જેટલા કાચબાના મોત થયા છે.
યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરના રાધા કુંડમાં 8થી 10 કાચબાના મોત વન વિભાગે હાથ ધરી તપાસ
એક બાદ એક કાચબાન મોતને લઈ એક સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા ખેડા વન વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈ વન વિભાગ દ્વારા રાધાકુંડ ખાતે તપાસ કરી મૃત કાચબાનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
રાધાકુંડમાં કાચબા સહિતના જળચરોનું રહેઠાણ આ પણ વાંચો -વડોદરા: કમલાનગર તળાવમાંથી 31 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા
કાચબાના કુદરતી મોત થયા હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
વન વિભાગ દ્વારા કરાવાયેલા મૃત કાચબાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુદરતી રીતે મોત થયું હોવાનું જણાયું છે. આ અંગે વન વિભાગના RFO( રેન્જ ફોરેસ્ટ ઓફિસર) વિજય પટેલે જણાવ્યું હતું કે, અમે ડાકોર વેટરનરી ઓફિસર પાસે પોસ્ટમોર્ટન કરાવ્યું છે. જેમાં કુદરતી મૃત્યુ સિવાય અન્ય કોઈ કારણ જણાયુ નથી. અમે રાધાકુંડ ખાતે રહેતા સ્વામીને કુંડમાં સાફ સફાઈ અને આવો કોઈ બનાવ બને તો વન વિભાગને જાણ કરવા અને કુંડમાં પાણી ચોખ્ખું રહે, તે માટે સૂચનાઓ આપેલી છે.
છેલ્લા કેટલાક સમયથી કાચબાના મોત થવાની ઘટના આ પણ વાંચો -સુરતમાં ઓલિવ રીડલી જાતિના મહાકાય દરિયાઈ કાચબાનું રેસ્ક્યુ કરાયું
રાધાકુંડમાં કાચબા સહિતના જળચરોનું રહેઠાણ
ડાકોર ખાતે આવેલા રાધાકુંડ એ રણછોડરાયજી મંદિરની ધરોહર સમાન છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ કુંડનો રાધાજી તેમજ ગોપીઓ દ્વારા ન્હાવા માટે ઉપયોગ થતો હતો. કુંડની ઉંડાઇ આશરે પંદરથી સોળ ફૂટ છે. આ કુંડમાં ભાવિક ભક્તો જે પગપાળા આવતા હતા, તે સ્નાન કરીને પવિત્ર થતા હતા. હાલ આ કુંડનો આ બાબતે ઉપયોગ થતો નથી. આ કુંડમાં અત્યારે મોટી સંખ્યામાં કાચબા અને માછલી સહિતના જળચરો રહે છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુદરતી મોત થયું હોવાનું સામે આવ્યા છતાં કુંડના ગંદા પાણીને કારણે કાચબાના મોત થયા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે, ત્યારે એક બાદ એક કાચબાના મોત થતા જીવદયા પ્રેમીઓ અને ભાવિકો ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો -વડોદરા શહેરમાં ગોંધી રાખેલા કુલ 21 પોપટ અને 6 કાચબાને મુક્ત કરાયા