ખેડાઃ નડિયાદ શહેરના માઈ મંદિર પાસે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતી માયાબેન મિસ્ત્રી નામની એક મહિલા દ્વારા પોતાના 80 વર્ષીય વૃદ્ધ પિતા અને માનસિક વિકલાંગ બહેનને નજરકેદ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ બાબતે વૃદ્ધની અન્ય 4 પરિણિત દીકરીઓએ નડિયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશને રજૂઆત કરી છે.
નડિયાદમાં દીકરીએ પિતા અને માનસિક વિકલાંગ બહેનને કર્યા નજરકેદ - નડિયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશન
ખેડા જિલ્લાના નડિયાદમાં એક અપરણિત મહિલા દ્વારા પોતાના 80 વર્ષીય વૃદ્ધ પિતા અને માનસિક વિકલાંગ બહેનને ઘરમાં નજરકેદ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વૃદ્ધની અન્ય 4 પરિણીત દીકરીઓએ પોલીસને રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
![નડિયાદમાં દીકરીએ પિતા અને માનસિક વિકલાંગ બહેનને કર્યા નજરકેદ daughter detained his father](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8056198-1058-8056198-1594928845924.jpg)
daughter detained his father
વૃદ્ધની અન્ય 4 પરિણિત દીકરીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને પોતાના પિતા અને વિકલાંગ બહેનને મળવું છે, પરંતુ અપરિણિત બહેન તેમની સાથે મળવા દેતી નથી. આ અંગેની રજૂઆત પોલીસને કરવામાં આવતા સમગ્ર મામલે નડીયાદ પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, માયાબેન મિસ્ત્રી અપરિણિત હોવાથી પોતાના પિતા અને વિકલાંગ બહેન સાથે રહે છે. જેમની 4 પરિણત બહેનો દ્વારા તેમના પર પિતાને અને બહેનને નજરકેદ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.