ખેડા : જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે મહા સુદ પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓના ધસારાને લઇ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મહા સુદ પૂનમ 9 ફેબ્રુઆરી 2020ના રોજ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર વહેલી સવારે 4:45 વાગ્યે ખુલી પાંચ વાગ્યે મંગળા આરતી થશે. તેમાં પૂનમના દર્શનનો સમય આ મુજબ રાખવામાં આવ્યો છે.
- વહેલી સવારે 4:45 મંદિર ખુલી 5 વાગ્યે મંગળા આરતી થશે.
- આ દર્શન સવારે 8 વાગ્યા સુધી થશે.
- 8 વાગે ભગવાન ભોગ આરોગવા બિરાજમાન હોઈ 8 વાગ્યાથી 8:30 સુધી દર્શન બંધ રહેશે.
- 8:30 વાગે દર્શન ખુલી બપોરે 1:30 સુધી ભગવાન ભકતોને દર્શન આપશે.
- 1:30 વાગે શ્રીજી મહારાજ રાજભોગ આરોગવા બિરાજમાન હોઈ 2 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે.
- 2 વાગે ભગવાનની રાજભોગ આરતી થશે આ દર્શન 2:30 વાગ્યા સુધી થશે.
- 2:30 વાગ્યાથી 3:00 વાગ્યા સુધીના અરસામાં ભગવાન આરામ કરશે. આ સમયે દર્શન બંધ રહેશે.
- ત્યારબાદ 4:45 વાગે નિજમંદિર ખુલી આરતી થશે.અને ત્યારબાદ નિત્યક્રમમાં દર્શન થશે.