અમદાવાદ : લાખો શ્રદ્ધાળુઓના આસ્થા સમા એવા ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીએ ગુજરાત હાઇકોર્ટમાં મંદિરની આજુબાજુ ચાલી રહેલા કન્ટ્રક્શનના કામને લઈને અરજી કરી છે. મંદિરની આજુબાજુ જે પ્રમાણે કન્ટ્રક્શન કામ થવું જોઈએ તે પ્રમાણે બાંધકામ નથી થઈ રહ્યું. અયોગ્ય બાંધકામના કારણે કારણે ભક્તોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.
માર્જિનની સમસ્યા : ડાકોરમાં રણછોડરાય મંદિરની આજુબાજુ હાલ કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ડાકોર રણછોડરાય મંદિર જવાના રસ્તે માર્જિન છોડ્યા વિના થયેલા કન્ટ્રકશન સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રણછોડરાય મંદિર જવાના રસ્તે 40 મીટરનું માર્જિન છોડ્યા વગર જે બાંધકામ ઉભુ કરવામાં આવ્યું છે. તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને માર્જિન ન છોડાતા ભક્તોને હેરાનગતિ થતી હોવાની ફરિયાદનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો ડાકોરના ઠાકોરને ભક્ત દ્વારા LED ધજા ચડાવાઈ
પ્રવેશદ્વાર તરફનું નડતર :અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે ડાકોરના મંદિરનું જે પ્રવેશદ્વાર છે તે મંદિરના રસ્તા સુધી યોગ્ય માર્જિન છોડ્યા વગર કન્ટ્રક્શનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે ધ્યાન દોરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવતા નાછુટકે પૂજારીજીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ : આ સમગ્ર મામલે હાઇકોર્ટ કે ડાકોર નગરપાલિકાને પક્ષકાર બનાવવા માટે અરજદારને નિર્દેશ કર્યો છે. તેમજ આ મામલે આગળની યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો ડાકોરના ઠાકોરને ભક્ત દ્વારા LED ધજા ચડાવાઈ
ફાગણી પૂનમે સમસ્યા સર્જાશે :મહત્વનું છે કે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. હોળીના આ તહેવાર દરમિયાન લાખો લોકો ડાકોરના મંદિરની મુલાકાત લેતા હોય છે. જોકે ભક્તોને અત્યારથી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હોળીના તહેવારની આસપાસ લાખોની સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શનાર્થે આવશે. ત્યારે વધુ મુશ્કેલી પડી શકે છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખતા હાઇકોર્ટે આ અરજીની ગ્રાહ્ય રાખીને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યુ છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.