ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનું(Dakor Holi 2022) વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે કોરોના સંક્રમણની પરિસ્થિતિને લઈને ગત વર્ષ મેળો બંધ રાખવામાં આવ્યો હતો. આ વર્ષે ફાગણી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનો નિર્ણય (Dakor Temple Faguni Melo News) લેવામાં આવ્યો છે. જેને લઇ ભાવિકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ગત વર્ષે ડાકોર (Faguni Poonam fair of Dakor Ranchhodraiji Temple) ખાતે યોજવામાં આવતો ત્રિદિવસીય ફાગણી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર અને ટેમ્પલ કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય
ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી યોજવામાં આવે છે. જેમાં દેશભરમાંથી લાખો યાત્રિકો પગપાળા ડાકોરના ઠાકોરના દર્શને આવતા હોય છે.ત્યા રે હાલ કોરોના સંક્રમણ નહિવત્ થતાં ખેડા જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ફાગણી પૂનમનો મેળો (Faguni Poonam fair of Dakor Ranchhodraiji Temple) ધામધૂમપૂર્વક યોજવાનો મહત્વપૂર્ણ (Dakor Temple Faguni Melo News) નિર્ણય લેવામાં આવ્યો છે.
17 થી 19 માર્ચ ફાગણી પૂનમનો મેળો
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી 17,18 અને 19 માર્ચના રોજ ત્રિદિવસીય ફાગણી પૂનમનો (Faguni Poonam fair of Dakor Ranchhodraiji Temple) મેળો યોજવામાં આવનાર છે. જેને લઇને જિલ્લા વહીવટીતંત્ર તેમજ ટેમ્પલ કમિટી (Dakor Ranchhodraiji Temple Trust ) દ્વારા સુચારૂરૂપે શાંતિપૂર્ણ વાતાવરણમાં મેળો યોજાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ (Dakor Temple Faguni Melo News) કરી દેવામાં આવી છે.