ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરનું રણછોડરાયજી મંદિર ભક્તોને આવકારવા આતુર - અનલોક 1

અનલોક-1 (લોકડાઉન 5.0)ના ભાગરૂપે કેન્દ્ર સરકારે આપેલ છૂટછાટમાં અન્ય છૂટછાટ સાથે દર્શનાર્થીઓ માટે ધાર્મિક સ્થાનો ખોલવાની મંજૂરી આપી છે. જેને લઈ ડાકોર રણછોડરાયજી મંદિર મેનેજમેન્ટ પણ ભક્તોને આવકારવા આતુર છે. જો કે, સરકાર દ્વારા ધાર્મિક સ્થાનોમાં મેનેજમેન્ટ વ્યવસ્થા અને દર્શનાર્થી વ્યવસ્થા અંગે કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. જેથી ડાકોર રણછોડરાયજી મંદિર મેનેજમેન્ટ પણ આ અંગેની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે. જે જાહેર થતા તે મુજબ સરકારી પ્રશાસન સાથે મળી દર્શન વ્યવસ્થા ગોઠવાશે.

Dakor
ડાકોર

By

Published : May 31, 2020, 8:55 PM IST

ખેડા : સરકાર દ્વારા અનલોક-1 અંતર્ગત વિવિધ છૂટછાટો જાહેર કરવામાં આવી છે. જેમાં યાત્રાધામો પણ દર્શનાર્થીઓ માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈ સોમવારે 1 જૂનથી કેટલાક ધર્મસ્થળો ખૂલશે. જો કે, સરકાર દ્વારા ધર્મ સ્થળો અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. પરંતુ ધર્મસ્થળોને છૂટછાટને પગલે ડાકોર રણછોડરાયજી મંદિર ભક્તોને આવકારવા આતુર છે. ધર્મસ્થળોને છૂટછાટને પગલે 8 જૂનથી ડાકોર રણછોડરાયજી મંદિર સરકારી માર્ગદર્શિકા મુજબ ભાવિકો માટે ખોલવામાં આવશે.

ડાકોર રણછોડરાયજી મંદિર ભક્તોને આવકારવા આતુર


મહત્વનું છે કે, લોકડાઉન દરમિયાન પણ નિજ મંદિરમાં રણછોડરાયજી પ્રભુની નિત્ય સેવા નિત્યક્રમ મુજબ કરવામાં આવે છે. વળી મંદિર કર્મચારીઓ અને સેવક પૂજારીઓ માટે પણ મંદિરના અંદરના દરવાજાના ભાગે સેનેટાઈઝર મશીન લગાવવામાં આવ્યા છે. જેમાંથી પસાર થઈ દરેક કર્મચારી અને પૂજારી મંદિરમાં પ્રવેશ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details