ખેડાઃ જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હતી. મંગળવારે મોડી રાત્રે પોલીસ લાઈનમાં પોતાના ક્વાટર્સમાં પંખા પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ડાકોર પોલિસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કોસ્ટેબલે કરી આત્મહત્યા આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
ડાકોર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિવ્યંત પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોતાના ઘરે આત્મહત્યા કરી લેવામાં આવી હતી. ડાકોર પોલીસ લાઈન ખાતે આવેલા પોતાના ક્વાર્ટર્સમાં પંખા પર પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતકના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
ડાકોર પોલિસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કોસ્ટેબલે કરી આત્મહત્યા તપાસ દરમિયાન ઘટના સ્થળેથી મૃતક કોન્સ્ટેબલ દ્વારા લખવામાં આવેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જો કે એક પેજની સ્યુસાઈટ નોટમાં પોતે પોતાના પિતા, પત્નિ અને પરિવારજનોને ખૂબ પ્રેમ કરતા હોવાની અંતિમ લાગણીઓ વ્યક્ત કરી હતી.
મહત્વનું છે, સ્યુસાઇડ નોટમાં પોતે અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી. ત્યારે 33 વર્ષિય યુવાન પોલિસ કોન્સ્ટેબલ દ્વારા કયા સંજોગોમાં અને કયા કારણોસર આત્મહત્યા કરવામાં આવી છે. તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.