ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટની સૂચનાને અવગણવા બદલ ડાકોર નગરપાલિકા પ્રમુખને 50 હજારનો દંડ ફટકારાયો - નગરપાલિકા પ્રમુખને દંડ

ડાકોર નગરપાલિકા પ્રમુખને હાઈકોર્ટ દ્વારા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અગાઉ હાઈકોર્ટ દ્વારા નગરપાલિકા પ્રમુખને નાણાકીય વ્યવહાર નહી કરવા સુચના આપવામાં આવી હતી. જેની અવગણના કરતા હાઈકોર્ટ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

ડાકોર નગરપાલિકા પ્રમુખને 50 હજારનો દંડ ફટકારાયો
ડાકોર નગરપાલિકા પ્રમુખને 50 હજારનો દંડ ફટકારાયો

By

Published : Oct 26, 2021, 10:23 PM IST

  • હાઈકોર્ટે પ્રમુખ મયુરી પટેલને 50 હજારનો દંડ ફટકાર્યો
  • અગાઉ નાણાકીય વ્યવહાર નહી કરવા હાઈકોર્ટે આપી હતી સુચના
  • સૂચનાને અવગણી વિવિધ ઠરાવો કરતા હાઈકોર્ટે ફટકાર્યો દંડ

ખેડા : ડાકોર નગરપાલિકાના પ્રમુખે હાઇકોર્ટના આદેશને અવગણીને આર્થિક વ્યવહાર કરતા કોર્ટે પ્રમુખ સામે 50 હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં મેન્ડેટ વિરૂદ્ધ સાત સભ્યોએ મતદાન કર્યુ હતું. જેને લઈને પક્ષમાંથી અને તે બાદ હાઈકોર્ટ દ્વારા સાતેય સભ્યોને નગરપાલિકાના સભ્યપદેથી દૂર કરાયા હતા. આ બાદ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણી પ્રક્રિયા રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન

ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી પ્રક્રિયા રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા નગરપાલિકામાં વહીવટદાર નિમવાના હુકમ બાદ નાણાકીય વ્યવહારો સિવાયની પ્રમુખની સત્તા યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.

હાઈકોર્ટની સૂચનાને અવગણવા બદલ ડાકોર નગરપાલિકા પ્રમુખને 50 હજારનો દંડ ફટકારાયો

નગરપાલિકા પ્રમુખે સૂચનાને અવગણી

જેમાં હાઈકોર્ટ દ્વારા નગરપાલિકાની નાણાકીય કાર્યવાહી કરવાની સત્તા ઠાસરા પ્રાંત અધિકારીને આપી નગરપાલિકા પ્રમુખને નાણાકીય વ્યવહાર નહી કરવાની સૂચના આપવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખને નાણાકીય વ્યવહારો નહી કરવાની હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નગરપાલિકા પ્રમુખે સૂચનાને અવગણી વિવિધ ઠરાવો કરી નાણાકિય કાર્યવાહી કરતા હાઈકોર્ટ દ્વારા ડાકોર નગરપાલિકાના પ્રમુખ મયુરી પટેલને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details