ગુજરાત

gujarat

ETV Bharat / state

Dakor Faguni Purnima 2023 : ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભાવિકોનો મહેરામણ ઉમટ્યો, વહીવટીતંત્રે પંરપરા નીભાવી - યાત્રાધામ ડાકોર

ડાકોરના ઠાકોર રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂનમની રંગછોળો અને અબીલગુલાલની ધૂમ સર્જાઇ રહી છે. રણછોડરાયજી મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી સાથે શરુ થયેલ ફાગણી પૂનમની ઉજવણીનો નજારો દેખતાં જ બની રહ્યો છે. તો પૂજાવિધિ સહિત ધજા ચડાવવાની વહીવટીતંત્રે પંરપરા નીભાવી હતી.

Dakor Faguni Purnima 2023 : ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભાવિકોનો મહેરામણ ઉમટ્યો, વહીવટીતંત્રે પંરપરા નીભાવી
Dakor Faguni Purnima 2023 : ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભાવિકોનો મહેરામણ ઉમટ્યો, વહીવટીતંત્રે પંરપરા નીભાવી

By

Published : Mar 7, 2023, 3:08 PM IST

ખેડા : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઇને લાખો પદયાત્રીઓનો મહેરામણ રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન માટે પહોંચ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા પૂજા કરી ધજા ચડાવવામાં આવી હતી. ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. આજે વિવિધ પ્રકારે રણછોડરાયજીના શણગાર અને, ભોગ અને આરતીના દર્શન માટે લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરતાં જોવા મળી રહ્યાં છે.

સવારે 4 કલાકથી દર્શન : સવારે ચાર વાગ્યે મંગળા આરતીના દર્શન ફાગણી પૂનમનો વિશેષ મહિમા હોવાથી પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં પગપાળા યાત્રા કરી શ્રદ્ધાળુઓ ફાગણી પૂનમના રોજ ડાકોર પહોંચી દર્શન કરે છે .જેને લઇ આજે ડાકોર ખાતે શ્રદ્ધાળુઓનો વિશાળ પ્રવાહ ઉમટ્યો હતો.આખી રાત્રી પદયાત્રા કરી ભાવિકો વહેલી સવારે ચાર વાગ્યાથી રાજા ધિરાજ રણછોડરાયજીના દર્શન કરી રહ્યા છે. ગઈકાલથી જ ડાકોરમાં લાખોની સંખ્યામાં ભાવિકો પહોંચી ગયા હતા. આજે વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે ભાવિકોના મહેરામણે મંગળા આરતીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ પણ વાંચો Holi festival 2023: અનોખી હોળી, ત્રણ ટન જેટલા વજન ધરાવતા હોલિકાના પૂતળાનું દહન

વહીવટી તંત્ર દ્વારા ધજા ચડાવવાની પરંપરા : ડાકોરમાં રણછોડરાયજી મંદિર સહિત સમગ્ર શહેર રણછોડમય બન્યું હતું અને જય રણછોડ માખણ ચોરનો નાદ ચોતરફ ગુંજી રહ્યો છે. ખેડા જિલ્લા વહીવટી અને પોલિસ તંત્ર દ્વારા પૂજા કરી ધજારોહણ કરાયું હતુંય. વહેલી સવારે રાજા રણછોડરાયની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતા પરંપરાને જીવંત રાખતા જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ કરી ધજા ચઢાવવામાં આવી હતી.

પૂજાવિધિ સહિત ધજા ચડાવવાની વહીવટીતંત્રે પંરપરા નીભાવી

આ પણ વાંચો Holi festival 2023: ફાગણી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, ફૂલ હોળી રમ્યા ભાવિક

રણછોડરાયજી પ્રભુને પ્રાર્થના :આજે ફાગણી પૂનમના વિશેષ દિનના મહત્ત્વના પગલે ખેડા જિલ્લાના અને રાજયના પ્રજાજનોની સુખાકારીમાં ઉતરોત્તર વધારો થાય તેવી રણછોડરાયજી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે. દર્શનાર્થીઓને ભગવાન સાથે હોળી રમવાનો અવસર મળે છે. ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી જનક મહારાજે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે દરેક લોકો પોતાની મનોકામના લઈને અહીં આવે છે તેમની યથાયોગ્ય સમયે રણછોડરાય ભગવાન મનોકામના પૂર્ણ કરે છે. ભગવાનને પ્રત્યક્ષ રહી દર્શનાર્થીઓ દ્વારા અબીલ ગુલાલ ઉડાવવાનો અવસર મળે છે.

ફૂલડોલોત્સવ આવતીકાલે ઉજવાશે : ફૂલડોલોત્સવ સાથે ત્રિદિવસીય ફાગણી પૂનમનો હોળી મેળો પૂર્ણ થશે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં આવતીકાલે ફૂલડોલોત્સવની ઉજવણી કરવામાં આવશે.જે સાથે રણછોડરાયજી મંદિરમાં ત્રિદિવસીય હોળી મેળાની અને 40 દિવસના રંગોત્સવની પણ પૂર્ણાહુતિ થશે.

ABOUT THE AUTHOR

...view details