ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: ખેડામાં વાવાઝોડાની અસરને પગલે વૃક્ષની ડાળ તૂટી પડતા એક વ્યક્તિનું મોત

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ખેડા જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે મહુધા તાલુકાના વાસણા ગામે પવનને કારણે વૃક્ષની ડાળી તૂટી પડતા નીચે ખાટલામાં બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.

Cyclone Biparjoy
Cyclone Biparjoy

By

Published : Jun 14, 2023, 6:29 PM IST

વૃક્ષની ડાળ તૂટી પડતા એક વ્યક્તિનું મોત

ખેડા: જિલ્લામાં બિપરજોય વાવઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. સવારથી જ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાયો હતો. તો કેટલાક વિસ્તારોનાં વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વૃક્ષની ડાળ તૂટી પડતા મોત:મહુધા તાલુકાના વાસણા સુરજપુરા વિસ્તારમાં સવારથી જ ભારે પવન ફુંકાતા એક વૃક્ષની ડાળ તૂટી પડી હતી. જેમાં નીચે ખાટલામાં બેઠેલા રામાભાઈ ચૌહાણ ઉપર પડતા શરીરે ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે અલીણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મહુધા પોલીસને કરતા મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

વાવાઝોડાની આગોતરી તૈયારી:જિલ્લા તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાના સંભવિત અસરને લઈ જરૂરી આગોતરી તૈયારી કરવામાં આવી છે. જે અંતર્ગત ઈન્ચાર્જ જીલ્લા કલેક્ટર શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ત્વરિત અસરથી જીલ્લામાં જોખમી હોર્ડિંગ અને ફ્લેક્સ ઉતારવા, જરૂર પડ્યે તળાવો તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર તથા પશુઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી.

કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત: ગામમાં સ્પીકરો દ્વારા તથા પરંપરાગત માધ્યમ દ્વારા વાવાઝોડાના સમયે રાખવાના તકેદારીના પગલાંની સૂચનાઓ સત્વરે અને સમયાંતરે ગ્રામજનો સુધી પહોંચે તેની વ્યવસ્થા કરવા જણાવાયુ હતું. જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રહેશે. વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ રસ્તાઓ, આરોગ્યલક્ષી વગેરે જેવી આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાય તેમજ વાવાઝોડાની અસરવાળા વિસ્તારોમાં આવશ્યક સેવાઓ સત્વરે મળી રહે તે માટે આયોજન ગોઠવવા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો છે.

  1. Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
  2. Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ
  3. Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો તંત્રએ લિધો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details