- ખારવેલ ગામે રુદ્રાક્ષમાંથી નિર્મિત મહાશિવલિંગના અભિષેક માટે લોકોની ભીડ
- સતત આઠ દિવસથી ચાલી રહી છે શિવકથા અને યજ્ઞ
- શિવરાત્રી નિમિત્તે જિલ્લા એસપીએ પણ મહાશિવલિંગ ઉપર કર્યો જળાભિષેક
- 9 લાખ રુદ્રાક્ષમાંથી બનેલી શિવલિંગના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી 9 લાખ રુદ્રાક્ષમાંથી બનેલા મહાશિવલિંગના દર્શનાર્થે લોકોની ભીડ જામી
વલસાડ: આજે શિવરાત્રી નિમિત્તે હેઠળ અનેક આયોજનો થઇ રહ્યા છે, ત્યારે ધરમપુર નજીકમાં આવેલા ખારવેલ ગામે સવા 15 ફૂટ ઊંચાઇ ધરાવતા અને 9 લાખ રૂદ્રાક્ષમાંથી નિર્મિત મહાશિવલિંગના દર્શનાર્થે તેમજ જળાભિષેક કરવા માટે લોકોની ભીડ જામી હતી. મહત્વનું છે કે શિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર જળાભિષેક કરવો તેનું શાસ્ત્રોમાં મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકોની આજે શિવલિંગ ઉપર જળાભિષેક કરવા માટે વહેલી સવારથી જ લાઈનો લાગી હતી.
એક રુદ્રાક્ષ ઉપર અભિષેક કરવો એટલે એક શિવલિંગ પર અભિષેક કર્યા બરાબર
હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે પણ ઋષિમુનિઓ વિવિધ અનુષ્ઠાન કરતા ત્યારે જ્યાં સુધી શિવલિંગનો અભિષેક ન થાય ત્યાં સુધી તેઓ ભોજન ગ્રહણ કરતા નહીં અને જો શિવલિંગ પ્રાપ્ત ન થાય તો તેવા સમયે એવો શિવના અંસ ગણવામાં આવતા રુદ્રાક્ષના મણકા ઉપર અભિષેક કરીને ત્યારબાદ ભોજન ગ્રહણ કરતા હતા. ધરમપુરમાં એક સાથે 9 લાખ જેટલા રૂદ્રાક્ષમાંથી નિર્મિત મહાશિવલિંગનો અભિષેક કરવો એટલે 9 લાખ શિવલિંગ ઉપર અભિષેક કર્યા બરાબર થતું હોય તેથી મોટી સંખ્યામાં લોકો અભિષેક કરવા માટેની આવી રહ્યા છે.
વલસાડ જિલ્લા એસપીએ મહાશિવલિંગનો અભિષેક કર્યો