ખેડા: સરકાર દ્વારા જરૂરિયાતમંદોને 25 એપ્રિલથી અનાજના વધારાના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.જે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ગ્રાહકો તેમજ દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા સહિતના નિર્દેશો આપવામાં આવ્યા છે, તેમ છતાં જિલ્લાના ઘણા વિસ્તારોમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.
કપડવંજમાં સસ્તા અનાજની દુકાનોએ લોકોની ભીડ, સતર્કતાનો સદંતર અભાવ - કપડવંજમાં વિનામૂલ્યે સસ્તા અનાજનું વિતરણ
ખેડાના કપડવંજમાં વિનામૂલ્યે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સસ્તા અનાજના દુકાનદાર સહિત અનાજ લેવા આવેલા લોકોમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. લોકડાઉનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
![કપડવંજમાં સસ્તા અનાજની દુકાનોએ લોકોની ભીડ, સતર્કતાનો સદંતર અભાવ કપડવંજમાં સસ્તા અનાજની દુકાનોએ ટોળા વળ્યા,સતર્કતાનો સદંતર અભાવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6952412-955-6952412-1587911754731.jpg)
કપડવંજમાં સસ્તા અનાજની દુકાનોએ ટોળા વળ્યા,સતર્કતાનો સદંતર અભાવ
કપડવંજમાં આવેલી સસ્તા અનાજની દુકાનો પર માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના લોકોના ટોળા ઉમટયા હતા.લોકડાઉનના નિયમોનો સદંતર ભંગ થતો જોવા મળ્યું હતું.
મહત્વનું છે કે હાલ દેશ અને દુનિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગથી તેને હરાવી શકાય છે. જિલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
TAGGED:
સસ્તા અનાજની દુકાનો