ખેડા: નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરવામાં છાસવારે જીવલેણ અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ આવા 2 અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં છે.
ખેડા નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરવો જીવલેણ બની રહ્યું છે, કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
ખેડા નેશનલ હાઇવે પર મંગળવારે CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
નેશનલ હાઈને પર 2 દિવસ અગાઉ બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું, જયારે મંગળવારની ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. જેથી સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ઘટના અટકાવા પગલા લેવાની રજૂઆત કરી હતી.