- ભગવાનને અર્પણ કર્યા બાદ ઉતારાયેલ બીલીપત્ર, ફૂલ સહિતની વસ્તુ શિવ નિર્માલ્ય
- શિવ પૂજન જેટલું જ શિવ નિર્માલ્યના વિસર્જનનું મહત્વ
- શિવ નિર્માલ્યમાંથી કુદરતી ખાતરનું સર્જન,જેનો મંદિરના બગીચામાં ઉપયોગ
- શિવ નિર્માલ્ય સંદર્ભે જોડાયેલી છે શિવ મહિમ્ન સ્ત્રોતની રચનાની કથા
ખેડા: હાલ ભગવાન શિવની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શિવ મંદિરોમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા ભગવાન ભોલેનાથને બીલીપત્રો અર્પણ કરવામાં આવે છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં ફૂલ સહિતની વસ્તુ અર્પણ કરવામાં આવે છે તેમજ મંદિરની સજાવટમાં પણ મોટી સંખ્યામાં ફૂલો અને પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
ખેડામાં શિવાલય દ્વારા શિવ નિર્માલ્યમાંથી ખાતરનું સર્જન આ પણ વાંચો- શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
શિવ નિર્માલ્યમાંથી કુદરતી ખાતરનું સર્જન,જેનો મંદિરના બગીચામાં ઉપયોગ
ભગવાનને અર્પણ કરાયેલા તેમજ વપરાશ કરેલા બીલીપત્ર સહિતના શિવ નિર્માલ્યમાંથી ખાતર બનાવવાનું કાર્ય ખેડાના ચુણેલના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે ખાતરનો ઉપયોગ મંદિરના બગીચા, મહાદેવ વાટીકામાં કરવામાં આવશે. જ્યાં ધતૂરો તેમજ બીલીવૃક્ષ, પીપળો, વડ, પારિજાત સહિતના વિવિધ છોડ અને વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે.
ખેડામાં શિવાલય દ્વારા શિવ નિર્માલ્યમાંથી ખાતરનું સર્જન શિવ નિર્માલ્ય પવિત્ર ગણાય છે
શિવ નિર્માલ્ય પવિત્ર હોવાથી તેનું અપમાન કે અનાદર કરી શકાતું નથી, તે માટે આ શિવાલય દ્વારા મંદિરના બગીચામાં ખાડા ખોદી શિવ નિર્માલ્યનું તેમાં વિસર્જન કરવામાં આવે છે. જે થોડા સમય બાદ કુદરતી રીતે કમ્પોસ્ટિંગની પ્રક્રિયા બાદ ખાતરમાં રૂપાંતરિત થશે. જેનો ઉપયોગ બગીચામાં કરવામાં આવશે.
ખેડામાં શિવાલય દ્વારા શિવ નિર્માલ્યમાંથી ખાતરનું સર્જન શિવ પૂજન જેટલું જ શિવ નિર્માલ્યના વિસર્જનનું મહત્વ
શિવપૂજન જેટલું જ શિવ નિર્માલ્યના વિસર્જનનું મહત્વ રહેલું છે. શિવ નિર્માલ્યનું યોગ્ય રીતે વિસર્જન કરવું જરૂરી હોવાનું શાસ્ત્રોમાં જણાવાયું છે. શિવ નિર્માલ્ય પવિત્ર હોવાથી તેનું અપમાન કે અનાદર ના થઇ શકે. શિવ નિર્માલ્યને જળમાં વિસર્જિત કરવાનો કે જમીનમાં ખાડો ખોદી વિસર્જિત કરવાનો નિયમ છે.
શિવ નિર્માલ્ય સંદર્ભે જોડાયેલી છે શિવ મહિમ્ન સ્ત્રોતની રચનાની કથા
શિવ નિર્માલ્યના સંદર્ભે એક પ્રાચીન કથા સંકળાયેલી છે. જે મુજબ શિવ મહિમ્ન સ્ત્રોતના રચયિતા ગંધર્વરાજ પુષ્પદંત દ્વારા રાજાના બગીચામાંથી પરવાનગી વિના સુગંધિત પુષ્પો લેવામાં આવતા હતા. દરરોજ બાગમાંથી ઘણા પુષ્પો ચોરાઈ જતા હોવાથી રાજા દ્વારા સશસ્ત્ર ચોકીયાતો મૂકવામાં આવ્યા હતા. જો કે, તેમ છતાં પણ અદ્રશ્ય પુષ્પદંતને તેઓ જોઈ શકતા નહોતા.
ખેડામાં શિવાલય દ્વારા શિવ નિર્માલ્યમાંથી ખાતરનું સર્જન ભગવાન શિવને ચડાવેલા બીલીપત્ર કે જેને શિવ નિર્માલ્ય કહેવામાં આવે છે
રાજ પુરોહિતે જણાવ્યું હતું કે, ભગવાન શિવને ચડાવેલા બીલીપત્ર કે જેને શિવ નિર્માલ્ય કહેવામાં આવે છે. તે માર્ગમાં મુકવામાં આવે અને તેની પર અદ્રશ્ય ચોરનો પગ પડે તો તેની સર્વ શક્તિઓ તત્કાળ નાશ પામે અને શિવનો અપરાધી બને.જે પ્રમાણે પુષ્પદંત પુષ્પ ચોરી જતો હતો, ત્યારે શિવ નિર્માલ્ય બીલીપત્ર પર પગ પડતા તેની સર્વ શક્તિઓનો નાશ થયો હતો. પોતે અજાણતા શિવનો અપરાધી બન્યો છે, એ વાતની જાણ થતાં પુષ્પદંતે અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધાથી સ્ત્રોતની રચના કરી જે શિવ મહિમ્ન સ્ત્રોત તરીકે લોકપ્રિય બની છે. જેનાથી શિવજીએ પ્રસન્ન થઈ ગંધર્વરાજને એની શક્તિઓ પાછી આપી હતી.
આ પણ વાંચો- શિવલિંગ પર શાં માટે ચડાવવામાં આવે છે બીલીપત્ર, જાણો...
બિલીવૃક્ષ સહિતના વૃક્ષો ઉછેરવામાં આવશે
મંદિર દ્વારા શિવ નિર્માલ્યમાંથી ખાતર બનાવી તેનો ઉપયોગ કરી બિલીવૃક્ષ સહિતના વૃક્ષો ઉછેરવામાં આવશે. ત્યારે શિવ નિર્માલ્યના વિસર્જનથી ખાતરનું સર્જન કરતું આ શિવાલય જાણે ભગવાન શિવની અંતમાંથી આરંભની પ્રક્રિયાને તાદૃશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.