ખેડા: પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. નડિયાદ શહેરના તમામ પ્રવેશદ્વારો પર બેરિકેટ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમાંથી શંકાસ્પદ લક્ષણો જણાયા છે તો તે તમામ વિસ્તારોમાં અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
નડિયાદમાં પોઝિટિવ કેસોને પગલે કેટલાંક વિસ્તારો પ્રતિબંધિત જાહેર કરાયા - covid 19 restricted area in nadiad
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં 2 પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર ખેડા જિલ્લા ઉપરાંત ખેડા જિલ્લાના આસપાસના અમદાવાદ,વડોદરા અને આણંદ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કહેરને પગલે જિલ્લામાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. નડિયાદ શહેરના નેહરૂનગર સહિત આસપાસના વિસ્તારો પ્રતિબંધિત જાહેર કરાયા છે.
નડિયાદમાં પૉઝિટિવ કેસોને પગલે વિસ્તારો પ્રતિબંધિત જાહેર કરાયા
જિલ્લા તંત્ર દ્વારા જ્યાંથી પૉઝિટિવ કેસ મળ્યા છે, તે નેહરુનગર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરીને આ વિસ્તારમાં આવેલી લગભગ 50 જેટલી સોસાયટીના વિસ્તારોમાં પ્રજાની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસ વડા સહિત આરોગ્ય વડા દ્વારા વિસ્તારની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.