ગુજરાત

gujarat

ETV Bharat / state

નડીયાદમાં જેસીઆઈ દ્વારા કોરોના વોરિયર્સ તેમજ સમાજસેવકોનું સન્માન કરાયું - જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ

નડીયાદ ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા ખેડા જિલ્લામાં સ્થાયી થઈ પોતાની ફરજ નિભાવતા ભારતભરના તમામ સમાજ, જ્ઞાતિના અગ્રણી સમાજ સેવીઓનું તથા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ
જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ

By

Published : Sep 23, 2020, 9:54 AM IST

નડીયાદ : ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે જે.સી.આઇ દ્વારા સમગ્ર ભારતભરમાંથી ખેડા જિલ્લામાં સ્થાયી થયેલા પરપ્રાંતિય તેવા તમામ જ્ઞાતિઓના અગ્રણી સામાજિક કાર્યકર,સમાજના કર્મયોગીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું.જેઓ પોતાનો પ્રદેશ છોડી ગુજરાતમાં આવી વસ્યા હોય અને કોઈ પણ સ્વાર્થ વગર પોતાની ફરજ નિભાવતા,પોતાના સમાજની સેવા અવિરત કરી રહ્યા છે.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ

આ તમામ સમાજના માઈગ્રેન થયેલા અગ્રણી વ્યક્તિઓનું સન્માન શ્રી સંતરામ મંદિર નડિયાદના પૂજ્ય સંત સત્ય દાસજી મહારાજ તેમજ ઝોન આઠના જે.સી.આઈ પ્રેસિડેન્ટ દિવ્યાંગ નતાલી તથા નડિયાદ જુનિયર ચેમ્બરના પ્રમુખ મયુરીકાબેન રાજપુતના ઉપસ્થિતિમાં પૂજ્ય સત્ય દાસજી મહારાજ તથા જેસી દિવ્યાંગ નતાલીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ

આ સન્માનની સાથે તમામને કોરોના અંતર્ગત કીટ પણ આપવામાં આવી હતી.જેમાં હળદર, અજમો, માસ્ક, તલના તેલની બોટલ, સેનેટાઈઝર તેમજ તુલસીનો રોપ પણ આપવામાં આવ્યો હતો.આ સિવાય નડિયાદના સ્લમ વિસ્તારમાં ફરી કોરોના અંતર્ગત જાગૃતિ ફેલાવી પેમ્પ્લેટની વહેંચણી પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details