- ખેડામાં પુખ્ત વયના નાગરિકોને રસીકરણનો પ્રારંભ
- જિલ્લામાં રસીકરણની પ્રક્રિયાને અપાયો વેગ
- યુવા વર્ગે ડર રાખ્યા વગર રસી મૂકાવવાની અપીલ કરી
ખેડા : જિલ્લામાં 1 માર્ચથી ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વય ધરાવતા નાગરિકોને તેમજ 45થી 59 વર્ષની ઉંમરના બીમારી ધરાવતા નાગરિકો માટે કોરોના રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ હવે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું પણ રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રજિસ્ટ્રેશન બાદ નાગરિકોને રસી મૂકવામાં આવી રહી છે.
રસીકરણને લઈ લોકોમાં જોવા મળી રહી છે જાગૃતિ
કોરોના રસી અંગે શરૂઆતમાં કેટલીક ગેરસમજને લઈને રસી લેવા અંગે લોકોમાં ડર જોવા મળતો હતો, પરંતુ હવે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ જોવા મળી રહી છે. લોકો રસી લેવા આરોગ્ય કેન્દ્રો પર પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો -ખેડામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો, નવા 24 કેસ નોંધાયા
યુવાઓ દ્વારા ડર રાખ્યા સિવાય રસી મૂકાવવાની અપીલ