- દિવાળી બાદ જિલ્લામાં સતત વધી રહેલું કોરોના સંક્રમણ
- જિલ્લામાં બુધવારના રોજ નવા 33 કેસો નોંધાયા
- સંક્રમણ વધતા તંત્ર દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
ખેડાઃ દિવાળીના તહેવારો બાદ ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહેલો જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રોજે રોજ વધતી સંખ્યામાં નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે. ખેડા જિલ્લામાં રોજ નવા 33 કેસ નોંધાવા પામ્યા છે. જેમાં નડિયાદમાં 16, કઠલાલમાં 8, મહેમદાવાદમાં 5, વસોમાં 2, ખેડામાં 1 અને કપડવંજમાં 1 મળી કુલ 33 નવા કેસો નોંધાયા છે. જે સાથે જિલ્લામાં કેસોનો કુલ આંકડો 2199 થયો છે.
જિલ્લામાં અત્યાર સુધી કુલ 32897 સેમ્પલ લેવાયા