ખેડાઃહાલ રાજ્ય સહિત ખેડા જિલ્લામાં પણ દિનપ્રતિદિન (Corona cases in Gujarat )કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રોજેરોજ વધતી સંખ્યામાં નવા કેસો નોંધાઈ રહ્યા છે. જેને લઈને જિલ્લામાં તંત્ર દ્વારા તકેદારી હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પણ ટેમ્પલ કમિટી દ્વારા(Increase vigilance through Dakor Temple) સતર્કતા વધારવામાં આવીછે.
ટેમ્પલ કમિટી દ્વારા કોવિડ ગાઈડલાઈન
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દેશભરમાંથી પ્રતિદિન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજાધિરાજ રણછોડરાયજીના દર્શને (dakor Ranchodrayji Temple )આવતા હોય છે. ત્યારે હાલ કોરોનાના વધી રહેલા કેસને લઈને ટેમ્પલ કમિટી દ્વારા કોવિડ ગાઈડલાઈનના પાલન બાબતે સતર્કતા વધારવામાં આવી છે.
આ પણ વાંચોઃTea Lover Cm : મુખ્યપ્રધાનનો અલગ અંદાજ, કૉમન મેનની જેમ માણી ચાની ચૂસ્કી
માસ્ક અને સોશયલ ડિસ્ટન્સનું ફરજિયાતપણે પાલન
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કર્મચારીઓ,પૂજારીઓ સહિત મંદિરમાં દર્શને આવતા તમામ શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા તેમજ સોશયલ ડિસ્ટન્સ જાળવવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તેમજ કોવિડ ગાઈડલાઈનના પાલનમાં સહકાર આપવા દર્શનાર્થીઓને અપીલ કરાઈ છે. સાથે દર્શન કરી મંદિર પરિસરમાં વધુ સમય ન રોકાવા માટે પણ જણાવવામાં આવ્યું હોવાનું ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર અરવિંદભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું.
રવિવાર તેમજ પૂનમ સિવાય મર્યાદિત સંખ્યામાં દર્શનાર્થીઓ
હાલ ડાકોર રણછોડરાયજી મંદિરમાં રવિવાર તેમજ પૂનમ સિવાય બાકીના દિવસોએ રાબેતા મુજબ મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવી રહ્યા છે. જ્યારે રવિવાર અને પૂનમે વધારે સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. જોકે હજુ સુધી તંત્ર દ્વારા મંદિર બંધ રાખવાની કે સમયમાં ફેરફાર કરવાની કોઈ સૂચના આપવામાં આવેલ નથી. પરંતુ આગામી સમયમાં તંત્ર દ્વારા જે પ્રમાણે દિશા નિર્દેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી હાથ ધરાશે.
આ પણ વાંચોઃSomnath Temple Darshan: કોરોના સંક્રમણને લઈને સોમનાથ મંદિરમાં તકેદારીઓનું કરાયું ચુસ્ત પાલન