ખેડા: જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં અશકતાશ્રમ વૃદ્ધાશ્રમમાં 9 વૃદ્ધો કોરોના સંક્રમિત થયા છે. જેમાં હાલ 40 જેટલા વૃદ્ધો રહે છે. જેમાંથી 4 મહિલા અને 5 પુરુષ એમ 9 વૃદ્ધોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે.
યાત્રાધામ ડાકોરમાં વધતું કોરોનાનું સંક્રમણ, વૃદ્ધાશ્રમમાં 9 લોકો કોરોનાથી પ્રભાવિત
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં વૃદ્ધાશ્રમમાં રહેતા 9 જેટલા વૃદ્ધોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ચાર મહિલા અને પાંચ વૃદ્ધ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને ઠાસરા ખાતે કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. યાત્રાધામમાં કોરોના સંક્રમણને પગલે લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
અશકતાશ્રમ
તમામ સંક્રમિતોને સારવાર માટે ઠાસરા ખાતે આવેલો કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અશકતાશ્રમમાં રહેતા અન્ય તમામ વૃદ્ધોના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે.તેમજ અશકતાશ્રમને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરી સેનેટાઈઝેશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.