- મંદિરના ઈતહાસમાં પ્રથમ વખત મહિલાઓ દ્વારા સેવા પૂજાની માંગ
- ચુકાદો મહિલાઓની તરફેણમાં આવ્યો છે
- મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી :મંદિર ટ્રસ્ટ
ડાકોર : યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરવા દેવા માટે પરંપરાગત વારાદારી પરિવારની બે મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. જેને લઈ વિવાદ સર્જાવા પામ્યો છે. મંદિરના ટ્રસ્ટનું કહેવું છે કે, મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી.
ચુકાદો મહિલાઓની તરફેણમાં આવ્યો
ઈન્દિરાબેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, ડાકોર મંદિરમાં 1978 પહેલાં અમારા પિતા કૃષ્ણલાલ સેવક વંશ પરંપરાગત વારાદારી તરીકે પૂજા કરતા હતા. તેઓને સંતાનમાં અમે બે પુત્રી જ છીએ. 1978માં તેઓના અવસાન બાદ તેમના પરિવારમાંથી કોણ ભગવાનની સેવા પૂજા કરે તે બાબતે વિવાદ ઉભો થયો હતો. બંને મહિલાઓના કાકાના પરિવારજનો જયંતિલાલ સેવક અને ગદાધર સેવકે સમગ્ર મામલે કોર્ટમાં કેસ દાખલ કરતા લાંબા સમય સુધી કેસ ચાલ્યો હતો. જેમાં 2018માં આ કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છે.
મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી : મંદિર ટ્રસ્ટ