ડાકોર: ડાકોર ખાતે ગળતેશ્વર અને ઠાસરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બંને તાલુકામાં નવા ચુંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ(Ceremony in honor of newly elected Sarpanches) તેમજ સ્નેહ મિલન સંમેલનનું(Congressional Reunion Ceremony) આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પૂર્વ વિધાનસભાના નેતા પરેશ ધાનાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ડાકોર ખાતે સરપંચ સન્માન સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પગથીયા પરથી લપસી પડ્યા અમિત ચાવડા પગથિયા ઉતરતા સમયે લપસી પડ્યા
અમિત ચાવડા કાર્યક્રમ સ્થળે પ્રવેશતા જ પગથિયા ઉતરતા સમયે લપસી પડ્યા(Amit Chawda slipped while descending steps) હતા, સાથે રહેલા પરેશ ધાનાણી સહિતના આગેવાનો તરત જ તેમની મદદે પહોંચ્યા હતા. જો કે તેમને કોઈ પણ ઈજા પહોંચી નહોતી. કાર્યક્રમમાં અમિત ચાવડા,પરેશ ધાનાણી, પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી, વિમલ શાહ સહિત ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ તેમજ ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના નવા ચુંટાયેલા સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : દિલ્હીની બેઠક બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે? એક્સક્લૂસિવ રીપોર્ટ
આ પણ વાંચો :મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, મોંઘવારી સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો