ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નડિયાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ - Nadiyad Civil hospital

ગુજરાત સાથે-સાથે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વધી રહેલા કોરોનાને જોઇને આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નડિયાદની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાની નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

By

Published : May 15, 2021, 11:58 AM IST

  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે નડિયાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
  • અમિત ચાવડાએ દર્દીઓની સારવારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ
  • નડિયાદ સિવિલ હોસ્પિટલે સ્ટાફની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો

ખેડા : નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ અને હોસ્પિટલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા નડિયાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ કોરોના દર્દીઓ સાથે વાત કરી તેઓના ખબરઅંતર પૂછ્યા હતા.

આ પણ વાંચો : સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીની સરખામણી થઈ જ ન શકેઃ કોંગ્રેસ પ્રમુખ

અમિત ચાવડાએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યોકોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સ, પેરા મેડિકલ અને 108ના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો : સરકાર નિષ્ફળતા સ્વિકારે, સર્વપક્ષીય બેઠક બોલાવીને ગુજરાતની જનતાને બચાવે: અમિત ચાવડા

સ્થાનિક સ્તરે વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર
સરકાર કોરોનાની સારવાર અંગે આયોજન કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની અણઆવડતના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વધી રહેલા કોરોના સંક્રમણની સામે સ્થાનિક સ્તરે વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે. સાથે જ હાલ જે વ્યવસ્થા છે તેને હજુ વધુ સારી કરવાની જરૂર છે, તો જ આપણે કોરોનાને અટકાવી શકીશું.

ABOUT THE AUTHOR

...view details