ખેડાઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કૃષિ બિલ લાવવામાં આવ્યું છે. જેને ખેડૂત વિરોધી ગણાવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા શાળાની ફી માફ કરવાની પણ માગ કરવામાં આવી રહી છે. જેને લઇ શુક્રવારે ખેડા જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદ, મહુધા તેમજ કપડવંજ સહિત વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ખેડામાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલ અને શાળા ફી માફી મુદ્દે ધરણા યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન - Detention of Congress workers
કૃષિ બિલ અને શાળા ફી માફી મુદ્દે શુક્રવારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદ, કપડવંજ તેમજ મહુધા સહિત વિવિધ સ્થળોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ખેડામાં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલ અને શાળા ફી માફી મુદ્દે ધરણા યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું
કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી બેનરો દર્શાવી સૂત્રોચ્ચારો કરી કૃષિ બિલ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ સહિત કાર્યકરો જોડાયા હતા. જોકે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.