- 250 રસીકરણ કેન્દ્રો પર બે હજારથી વધુ નાગરીકોએ રસી મૂકાવી
- મહીસાગર જિલ્લાના નાગરિકોએ “દવાઇ ભી ઓર કડાઇ ભી” ના સુત્રમાં સુર પુરાવ્યો
- વડા પ્રધાનના આહવાનને પગલે આજે હું રસીકરણ કરાવવા માટે આવ્યો છું
- વેક્સિન લીધા બાદ પણ કોરોના બાબતે તમામ સાવચેતીઓનું પાલન કરવું જરૂરી
મહીસાગરઃ જિલ્લામાં ટીકાકરણ મહોત્સવને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 250 સ્થળોએ કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો તેમજ નાગરીકોને સરળતાથી પહોંચી શકાય તેવા સ્થળોએ રસીકરણ બુથ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જાહેર જનતાનો ઉમદો પ્રતિસાદ મળ્યો હતો.
આ પણ વાંચોઃદાંતા તાલુકા મથકે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીકરણ શરૂ
વેક્સિન લીધા બાદ પણ તમામ સાવચેતીઓનું પાલન કરવું જરૂરી
જિલ્લાના મધવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ ગ્રહણ કરનાર ચેતનભાઇ પરષોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાનના આહવાનને પગલે હું રસીકરણ કરાવવા માટે આવ્યો છું. સૌ નાગરિકો જેમનો વેક્સિન માટે વારો આવી ગયો છે, તેઓ સૌ સત્વરે વેક્સિન લઇ લે, વેક્સિન લીધા બાદ પણ કોરોના બાબતે તમામ સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે. ફરજિયાત માસ્ક પહેરવું અને બે ગજ દૂરીનું પાલન કરવું. આ બાબતે સરકારે બહાર પાડેલી માર્ગદર્શીકાનું ચુસ્ત પાલન કરવું જોઇએ અને આપણે સૌ “રસી મુકાવી સુરક્ષિત થઇએ”.
રસીનો બીજો ડોઝ લઇ પાત્રતા ધરાવતા લોકોએ સંકોચ રાખ્યા વગર રસી મુકાવવા કરી અપીલ