- એક મહિના સુધી અવનવા હિંડોળા સાથે વિશેષ શણગાર
- ભગવાનને ભાવપૂર્વક લાડ લડાવી હિંડોળે ઝુલાવાય છે
- હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરી ભાવિકો અનુભવે છે ધન્યતા
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર (DAKOR) ખાતે પરંપરા મુજબ પ્રતિવર્ષ અષાઢ માસમાં હિંડોળા ઉત્સવની ભકતિપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ અષાઢ વદ બીજથી ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલ લાલજીને લાડપૂર્વક હિંડોળે ઝુલાવવાના ઉત્સવ (HINDOLA UTSAV)નો પ્રારંભ થયો છે.
અવનવા હિંડોળા સાથે વિશેષ શણગાર
એક મહિન સુધી મંદિરમાં નાગરવેલના પાન, સૂકામેવા, શાકભાજી,ફળફળાદી જેવા અવનવા વિવિધ કળાત્મક હિંડોળા બનાવાય છે.તેમજ ઠાકોરજીને સોનાના આભૂષણોથી અવનવા શણગાર કરવામાં આવે છે.
યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવ હિંડોળા ઉત્સવનું રહેલું છે વિશેષ મહત્વ
ચાતુર્માસમાં ભગવાનના હિંડોળાનો વિશેષ મહિમા રહેલો છે. હિંડોળા ઉત્સવ અંતર્ગત ભાવિકો દ્વારા ભગવાન રણછોડરાયજીને ભાવપૂર્વક લાડથી હિંડોળે ઝુલાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં વ્રજમાં શ્રીકૃષ્ણ ભગવાને શરુ કરી હતી, તે દિવ્ય હિંડોળા ઉત્સવની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયોમાં ઉત્સાહ અને ભક્તિપૂર્વક ઉજવાય છે. હિંડોળા ઉત્સવ દરમ્યાન રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે મંદિરમાં ઉમટે છે.જ્યાં હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરીને ધન્ચતા અનુભવે છે.
આ પણ વાંચો:ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ યોજાયો
આ પણ વાંચો:ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ
આ પણ વાંચો:પોરબંદરમાં જન્માષ્ટમીની આવી રીતે ઉજવણી ક્યારેય નહીં જોઈ હોય..
આ પણ વાંચો:વડતાલધામમાં ઠાકોરજી થાઈલેન્ડના ફૂલોના હિંડોળે ઝૂલ્યા !