ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લા કલેક્ટરે સ્થળ પર જઈ જાત તપાસ કરી - District Collector IK Patel

નડિયાદ શહેરમાં જૂના ડુમરાલ રોડ પર આવેલા નવદુર્ગા સોસાયટીમાં કોરોના વાઇરસનો ચેપ આવેલા હોવાથી આ વિસ્‍તારને સીલ કરવામાં આવ્યો છે. તેમજ નાગરિકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કલેક્ટર આઇ.કે.પટેલે નડિયાદ ખાતે કન્‍ટેઇનમેન્‍ટ એરીયાની મુલાકાત લઇ જાત તપાસણી કરી
કલેક્ટર આઇ.કે.પટેલે નડિયાદ ખાતે કન્‍ટેઇનમેન્‍ટ એરીયાની મુલાકાત લઇ જાત તપાસણી કરી

By

Published : Apr 22, 2020, 10:00 PM IST

ખેડાઃ નડિયાદ શહેરમાં જૂના ડુમરાલ રોડ પર આવેલા નવદુર્ગા સોસાયટીમાં કોરોના વાઇરસનો ચેપ આવેલા હોવાથી આ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરવામાં આવેલો છે. નિયમો અનુસારની કામગીરી કરી આ વિસ્‍તારને સીલ કરવામાં આવ્યો છે. તેમજ નાગરિકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકેલો છે.

કલેક્ટર આઇ.કે.પટેલે નડિયાદ ખાતે કન્‍ટેઇનમેન્‍ટ એરીયાની મુલાકાત લઇ જાત તપાસણી કરી

જિલ્‍લા કલેક્ટર આઇ.કે. પટેલે આ વિસ્‍તારની રૂબરૂ મુલાકાત લઇ કન્‍ટેઇમેન્‍ટ વિસ્‍તારમાં કરવામાં આવેલા કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. જિલ્‍લા કલેક્ટરે તે વિસ્‍તારની સોસાયટીઓની મુલાકાત લઇ સોસાયટીના નાગરિકોને તેઓની પ્રાથમિક જરૂરીયાતોની જાત માહિતી મેળવી હતી.

કલેક્ટર આઇ.કે.પટેલે નડિયાદ ખાતે કન્‍ટેઇનમેન્‍ટ એરીયાની મુલાકાત લઇ જાત તપાસણી કરી

તેમજ આ સમય દરમિયાન ઘરમાં જ રહેવા જણાવ્‍યું હતું. નાગરિકો દ્વારા જરૂરીયાત જણાવતા કલેક્ટર આઇ.કે. પટેલે સી઼ૃિટી મામલતદારને આ બાબતોની વ્‍યવસ્‍થા કરવા સ્‍થળ પર સૂચના આપી હતી. મહત્વનું છે કે, વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 4 પર પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details