ખેડા: મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કેસ આવી ચૂક્યા છે, જેને પગલે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા શહેરના મહાદેવ પોળ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરી વિસ્તારમાં અવરજવર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર આઈ.કે પટેલ અને જિલ્લા પોલિસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.
મહેમદાવાદના કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લેતા કલેકટર અને એસપી - kheda corona news
ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારના મહાદેવ પોળમાં 3 કોરોના પોઝિટિવના કેસ આવતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી.

મહેમદાવાદના કન્ટેઈન્મેન્ટ વિસ્તારની મુલાકાત લેતા કલેકટર અને એસપી
આ સ્થળની જાત માહિતી મેળવી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે પોલીસ,આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને મામલતદારને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટર પટેલ દ્વારા કોરોના દર્દી જ્યાં રહેતા હતા તે વિસ્તારને કન્ટેઈન્મેન્ટ કરવા, સેનેટાઈઝ કરવા, નજીક રહેતા વ્યક્તિઓના સ્વાસ્થ્યની તપાસ કરવા જેવી અગત્યની બાબતોની સમીક્ષા કરી હતી. મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ, મહેમદાવાદ મામલતદાર,તાલુકા હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.