ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના મહુધામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત - Water supply board

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના 42 ગામને પીવાનું પાણી પુરૂ પાડવા જૂથ પાણી પુરવઠા યોજનાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજનાનું મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

water supply scheme
ખેડાના મહુધામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

By

Published : Sep 5, 2020, 4:01 AM IST

ખેડાઃ જિલ્લામાં મહુધા વિધાનસભાના 42 ગામ તેમજ પરાવિસ્તારને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે માટે મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા વિધાનસભામાં સતત રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા મહુધા તાલુકાના ગામોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે માટે 82 કરોડના ખર્ચે ખીજલપુર જૂથ પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવેલી છે.

ખેડાના મહુધામાં જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

જેનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેને પગલે મહુધા તાલુકાની જનતાની વર્ષો જૂની પાણીની સમસ્યાનો સુખદ અંત થયો છે. મહત્વનું છે કે, તાલુકાના કેટલાય ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે, ત્યારે પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્તને લઈ લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details