રાજ્યપાલે મંદિરમાં ભકિતભાવ પૂર્વક દર્શન-અર્ચન કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે સ્વામિનારાણ સંપ્રદાય દ્રારા ભારતીય સંસ્કૃતિની પંરપરાને જીવંત રાખવા સાથે સમગ્ર માનવજાત અન જીવમાત્રના કલ્યાણ માટે આધ્યાત્મિક માર્ગ પર સેવા કાર્યો થઈ રહ્યા છે.
સ્વામિનારાણ સંપ્રદાયનો ઉદભવ ગુજરાતની ધરતી ઉપર થયો હતો, સ્વામિનારાયણ સંપ્રદાય આ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. તેની પાછળ સંતોની અપાર મહેનત, ત્યાગ અને તપસ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સપ્રર્સિદ્ધ તીર્થસ્થાન વડતાલ ખાતે શ્રી વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ અને કાર્તિકી સમૈયામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહભાગી થયા હતા. રાજ્યપાલના હસ્તે જ્ઞાનબાગના માધ્યમથી ‘‘વચનામૃત‘‘ ગ્રંથ અંગ્રેજી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલે વડતાલધામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ભકિતભાવ પૂર્વક શ્રી હરીકૃષ્ણ મહારાજના દર્શન-અર્ચન કરી ગૌ શાળા ખાતે ગૌ માતાનું પૂજન કર્યુ હતું.
રાજ્યપાલે ઉમેર્યુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સંપૂર્ણ માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું છે. અને ધર્મ જીવન અભિન્ન અંગ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જીવન જીવવાના સવિધાન તરીકે આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્રારા લિખિત વચનામૃત ગ્રંથને વેદ-ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, ગીતો, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના ઉપદેશની વાતો જનમાનસ સુધી સરળ ભાષામાં પહોંચાડવા વચનામૃતની રચના કરી હતી. એ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે.
એકવીસમી સદીમાં આધુનિક અને ભૌતિકવાદમાં પરમાત્મા સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ આધ્યાત્મિક ક્ષેત્ર છે તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું ઈશ્વર સર્વવ્યાપી અને કણકણમાં વિધમાન છે, ત્યારે પરમાત્મા પ્રત્યે પોતાના સમર્પણ ભાવ રાખાશું તો માનવ જીવનના કલ્યાણ સાથે જીવન ઉન્નત થાય છે તેમ જણાવ્યું હતું.