આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં જુલાઈ 2018થી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પોષણ અભિયાન હેઠળ આંગણવાડીના બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડી તેમને કુપોષણમાંથી મુક્ત કરવાનું અભિયાન સરકારે પ્રારંભ કર્યુ છે.
નડિયાદમાં કરાયું સુપોષિત ચિંતન સમારોહનું આયોજન, વિધાનસભાના મુખ્ય દંડક રહ્યા ઉપસ્થિત - Kheda
ખેડા: જિલ્લામાં આવેલા નડિયાદ ખાતે સહી પોષણ, દેશ રોશન સુપોષણ ચિંતન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં મુખ્ય દંડક તેમજ સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને T.H.R હેઠળ ફળ-કઠોળ તેમજ બાળકોના પોષણ મોનીટરીંગ અંગેના રજિસ્ટરનું વિમોચન કરવા સાથે ઘટક તેમજ નગરપાલિકા કક્ષાની 15 આંગણવાડી કાર્યકર અને 15 તેડાગર બહેનોને રૂપિયા 4.80 લાખના માતા યશોદા ઍવોર્ડ, મોમેન્ટો, બેગ, કિચનવેર તથા ગણવેશ સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંગણવાડીના ભુલકાંઓએ પોષણ આહાર અંગેની વેશભૂષા રજૂ કરી હતી.
કાર્યક્રમમાં કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પદાધિકારીઓ સહિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.