ખેડા : એક તરફ શિક્ષણના મસમોટા દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની વાસ્તવિકતા છતી કરતી તસવીરો જોવા મળી રહી છે. કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામની પ્રાથમિક શાળામાં ત્રણ ધોરણ (Teacher Sleeping in Primary School) વચ્ચે માત્ર એક શિક્ષક છે. જે પણ રોજ ચાલુ ક્લાસે ઉંઘી જાય છે. ત્યારે અહીં બાળકો શું ભણતા હશે તે સમજી શકાય તેમ છે. ચાલુ ક્લાસે ઉંઘતા આ શિક્ષકની તસવીરો શિક્ષણ વિભાગની વાસ્તવિકતા અંગે ઘણું કહી જાય છે. શિક્ષકને માત્ર એક દિવસ પૂરતું કે એકાદ વખત ઝોકું આવી ગયું છે તેવું નથી. અહીં આ શિક્ષક આમ જ રોજ ચાલુ ક્લાસે ઉંઘી જાય છે.
ધોરણ 6 થી 8 વચ્ચે એક જ શિક્ષક -કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ચાલુ ક્લાસે ઉંઘતા રાજેન્દ્ર પટેલ નામના આ શિક્ષક ફરજ બજાવે છે. પરંતુ, જાણે તેઓ અહીં ઉંઘવા જ આવે છે તેવા દ્રશ્યો રોજ સર્જાય છે. ધોરણ 6 થી 8 માં 4 વિષયના માત્ર એક જ શિક્ષક છે, ત્યારે વિધ્યાર્થીઓ શું ભણતા હશે તે સમજી શકાય તેમ છે. કાયમ ઊંઘી રહેતા શિક્ષકને કારણે 14 જેટલા વિદ્યાર્થીઓએ અન્ય (Primary school inverted teacher) શાળામાં એડમિશન લીધા છે.
આ પણ વાંચો :ચાલતી ટ્રેન પકડવા ગયા શિક્ષક, પગ લપસ્યો પછી શું થયું...જુઓ વીડિયો