ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીના મંદિરમાં 18 તારીખથી શરૂ થતા અધિક માસની શરૂઆત સાથે મંદિરના દર્શનના સમયમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં તમામ ભાવિકો મંદિરમાં રણછોડજીના દર્શન કરી શકશે. ભાવિકોએ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે.
અધિક માસની શરૂઆતથી ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, તમામ ભાવિકો દર્શન કરી શકશે - દર્શનના સમયમાં ફેરફાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 18 તારીખથી અધિક માસની શરૂઆત સાથે રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેને પગલે ભાવિકો અધિક માસ દરમિયાન મંદિરમાં ઉજવાનારા મુખ્ય મનોરથો અને ઉત્સવ તેમજ મહોત્સવના દર્શનનો લાભ લઈ શકશે. ભાવિકોને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં પ્રવેશ અપાશે.
અધિક માસની શરૂઆતથી ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, તમામ ભાવિકો દર્શન કરી શકશે
અધિક માસમાં મંદિરમાં જન્માષ્ટમી, રાધાઅષ્ટમી, રામનવમી, તુલસી વિવાહ, કુંજ મનોરથ, વામન દ્વાદશી, પાટોત્સવ, રાસોત્સવ, પલના મનોરથ, મટકી મનોરથ જેવા અનેક ઉત્સવ તેમજ મનોરથની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે, તે ગર્ભગૃહ કે મંદિર પરિસરમાં જ યોજાશે. જેના દર્શન કરી શકાશે. જેને પગલે ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
- અધિક માસ દરમિયાન 18 તારીખથી મંદિરમાં દર્શનનો સમય નીચે મુજબ રહેશે
- સવારે 6:30 વાગે મંદિર ખુલી જશે અને 6:45 વાગ્યે મંગળા આરતી થશે. જે દર્શન 8:45 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- ત્યારબાદ 9:20થી 11:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે
- 11:50 વાગ્યે દર્શન ખુલી જશે અને 1:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- ત્યારબાદ સાંજે 4:00 વાગ્યે નિજમંદિર ખુલશે અને 4:15 વાગ્યે ઉત્થાપન આરતી થશે.
- 4:20થી 5:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, 5:25થી 6:00 વાગ્યા સુધી દર્શન થશે
- 6:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે
- 7:00 વાગે દર્શન ખુલી જશે 7:45 વાગ્યાના અરસામાં રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મહારાજ પોઢી જશે
તમામ આરતીના સમયમાં ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.