ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોર દિવાળી નિમિત્તે રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર - 10 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી નિયમ લાગુ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં દિવાળીના તહેવારને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ 10મી થી 15મી નવેમ્બર સુધી 6:30 કલાકે નિજ મંદિર ખુલી 6:45ના અરસામાં મંગળા આરતી થશે.

દિવાળી નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
દિવાળી નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

By

Published : Nov 9, 2020, 1:20 PM IST

  • દિવાળીને લઈને ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
  • મંદિરમાં યોજાતા દિવાળીના તહેવારોની ભક્તિપુર્ણ ઉજવણી થશે
  • ટેમ્પલ કમિટિ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો
  • 10 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી નિયમ લાગું

ડાકોર: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં દિવાળીના તહેવારને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ 10મી થી 15મી નવેમ્બર સુધી 6:30 કલાકે નિજ મંદિર ખુલી 6:45ના અરસામાં મંગળા આરતી થશે.

દિવાળી નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

મંદિરના દર્શનમાં ફેરફાર

દિવાળી નિમિત્તે ડાકોર રણછોડજી મંદિરના દર્શનના સમયમાં ટેમ્પલ કમિટિ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.દિવાળી પર્વ પર પરંપરા મુજબ યોજાતા વિવિધ ઉત્સવોની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવશે. તારીખ 10 નવેમ્બરથી 15 નવેમ્બર આસો સુદ એકાદશીથી બેસતા વર્ષ સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • સવારે 6:30 કલાકે નિજ મંદિર ખુલ્લી 6:45ના અરસામાં મંગળા આરતી કરવામાં આવશે.
  • 6:45 થી 9:00વગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે ત્યારબાદ ઠાકોરજીને ભોગ ધરાશે.
  • 9:30 થી11:15 સુધી દર્શન ખુલશે.
  • બપોરે 12 કલાકે ભગવાન રાજભોગ દર્શન બાદ પોઢી જશે.
  • બપોરે 3:34 કલાકે નિજ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.
  • બપોરે 4:00 થી 5:20 , બપોરે 5:40 થી 6:30 પછી 7:15ના સખડીભોગ લઈ પોઢી જશે.
  • તારીખ 14મીના રોજ હાટડી દર્શન થશે.
  • ત્યારબાદ સાંજે 8:00 કલાકે હાટડી દર્શન ખુલી સખડીભોગ આરોગવા બિરાજશે.
  • તારીખ 15મીના રોજ બેસતું વર્ષ
  • પરંપરા મુજબ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે.
  • મંદિરમાં યોજાતા દિવાળીના તહેવારોની ભક્તિપુર્ણ ઉજવણી થશે

દિવાળીના તહેવારોની ભક્તિપુર્ણ ઉજવણી

ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવાળી પર્વ નિમિત્તે હાટડી દર્શન,અન્નકૂટ સહિતના વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે.જેની આ વર્ષે કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details