ગુજરાત

gujarat

ETV Bharat / state

વિકાસ ઝંખતા ખેડાના ઐતિહાસિક સ્મારક સમાન પ્રાચીન જળ સ્ત્રોત - latest news of kheda

18 એપ્રિલે વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના ઘણા ઐતિહાસિક સ્મારકો વિકાસ ઝંખી રહ્યા છે. આ વિવિધ સ્મારકો અને સ્થળોમાં પ્રાચીન જળ સ્ત્રોત એવા ભમ્મરિયો કૂવો અને ગરમ પાણીના કુંડના સ્થળોનો વિકાસ કરવામાં આવે તો ખરેખર વિશ્વ વારસા દિવસની ઉજવણી સાર્થક ગણાય તેમ જિલ્લાના જાગૃતજનો દ્વારા માગ કરવામાં આવી રહી છે.

વિશ્વ વારસા દિવસની ઉજવણી
વિશ્વ વારસા દિવસની ઉજવણી

By

Published : Apr 18, 2020, 1:56 PM IST

ખેડાઃ જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્મારકો અને સ્થળો આવેલા છે. જો કે મોટાભાગના સ્મારકોને પુરાતત્ત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારકનું માત્ર બોર્ડ લગાવી નોંધારા છોડી દેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં આવેલા વિવિધ સ્મારકો અને સ્થળો પૈકી મહેમદાવાદ ખાતે આવેલો પ્રાચીન ભમ્મરિયો કૂવો જુના સમયના જળસ્ત્રોતના ઉત્તમ નમૂના સમાન છે. જેને મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવેલો છે. જેને રક્ષિત સ્મારક જાહેર કરી તેના હાલ પર છોડી દેવામાં આવ્યો છે. ત્યાં વિદ્યાર્થીઓ સહિત અભ્યાસુઓ આવે છે.

વિકાસ ઝંખતા ખેડાના ઐતિહાસિક સ્મારક સમાન પ્રાચીન જળ સ્ત્રોત

પરંતુ આ કૂવો અને વિકાસથી વંચિત તેની હાલત જોઈ નિરાશા સાથે પરત ફરે છે. તેવી જ રીતે અન્ય એક પ્રાચીન જળ સ્રોત સમાન જિલ્લાના પ્રસિદ્ધ તિર્થધામ ફાગવેલથી નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે. જે પાણીથી સ્નાન કરવાથી દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં 8 ગરમ પાણીના અને 10 ઠંડા પાણીના મળી કુલ 18 જેટલા કુંડ આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી લોકો આવતા હોવા છતાં કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો નથી. ચામડીના રોગોથી રાહત મેળવવા સ્નાન કરવા આવેલા લોકોને બહાર ખુલ્લામાં સ્નાન કરવું પડે છે. આ સ્થળના પ્રાચીન અને ધાર્મિક મહત્વ સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વિકસી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.

વિકાસ ઝંખતા ખેડાના ઐતિહાસિક સ્મારક સમાન પ્રાચીન જળ સ્ત્રોત
મહત્વનું છે કે, આવા ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન સ્થળો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે જિલ્લાના સ્મારકો તરફ તંત્ર ધ્યાન આપે અને તેનો વિકાસ થાય તેવી જાગૃતજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.
વિકાસ ઝંખતા ખેડાના ઐતિહાસિક સ્મારક સમાન પ્રાચીન જળ સ્ત્રોત

ABOUT THE AUTHOR

...view details