- કોરોના સંક્રમણને પગલે મંદિરના દ્વાર બંધ
- ભાવિકોએ બંધ બારણે શીશ નમાવી પૂનમના દર્શન કર્યા
- પૂનમના દર્શનનું વિશેષ મહત્વ
ખેડા : જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે આજે વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )ની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સેવકો દ્વારા બંધ બારણે સેવા પૂજા વિધી કરવામાં આવી હતી.
કોરોના સંક્રમણને પગલે મંદિરના દ્વાર બંધ
યાત્રાધામ ડાકોર સહિત ખેડા જિલ્લામાં વધેલા કોરોના સંક્રમણને કારણે હાલ ભાવિકો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જેને લઈ વૈશાખી પૂર્ણિમા( Vaishakhi Purnima )ની વિવિધ તિથિ, તહેવાર સહિત ઉત્સવની બંધ બારણે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ ભગવાનની નિત્ય સેવા પૂજા પણ બંધ બારણે જ સેવકો દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -મણિનગરમાં વૈશાખી પૂર્ણિમાએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર કરાયો